• શનિવાર, 28 માર્ચ, 2026

ચેક પરતના કેસમાં મુંબઈવાસીને કેદની સજા

ભુજ, તા. 27 : ચેક પરતના કેસમાં મુંબઈના આરોપી સમીર કિશનલાલ ત્રિવેદીને જ્યુડિશિયલ કોર્ટે તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા તથા વળતર ચૂકવવા આદેશ કર્યો હતો. ફરિયાદી પ્રતીક કનુભાઈ ઠક્કર પાસેથી આરોપી સમીરે વાહન બાબતે રૂા. 3,05,000 લીધા હતા, જે પેટે અપાયેલો ચેક પરત ફર્યો હતો. અદાલતે પુરાવાઓ, દસ્તાવેજી આધારોને ધ્યાને લઈ આરોપી સમીરને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા તથા વળતરની રકમ ચૂકવવા આદેશ કર્યો હતો અને જો તેમ કરવામાં કસૂર થાય તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. આ કેસમાં ફરિયાદી વતી ધારાશાત્રી સંજય પી. મહેશ્વરી, એલ. એચ. માતંગ અને એસ. ડી. ગઢવી હાજર રહ્યા હતા. 

Panchang

dd