નારાયણ સરોવર, તા. 27 : કચ્છના પૌરાણિક
તીર્થધામ નારાયણ સરોવર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના પત્નીએ પરિવાર સહિત દર્શન
કર્યાં હતાં. મુખ્યમંત્રીના ધર્મપત્ની હેતલબેન પટેલ પરિવાર સાથે આવી પહોંચ્યા હતા.
તીર્થધામ નારાયણ સરોવર ઉપરાંત કોટેશ્વર, માતાના મઢમાં પણ તેમણે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તીર્થધામ નારાયણ સરોવર
પહોંચતાં ભગવાન ત્રિવિક્રમરાયજીનાં દર્શન કરી પોતાનો ભાવ વ્યક્ત કરતાં જણાવ્યું કે,
અહીં ગોકુળ, મથુરા, વૃંદાવન
જેવી અનુભૂતિ થાય છે. ના. સરોવર જાગીર અધ્યક્ષા સોનલલાલજી મહારાજે ઉપવત્ર અને સાલ ઓઢાડી
સન્માન કર્યું હતું. વ્યવસ્થામાં નાયબ મામલતદાર શ્રી બ્રુકોલિયા તેમજ ના.સ. પી.આઇ.
શ્રી કુનિયા જોડાયા હતા.