અયોધ્યા, તા. 27 : રામનવમીના પાવન પ્રસંગે શુક્રવારની
બપોરે 12 વાગ્યે અભિજિત મુહૂર્તમાં રામમંદિરમાં
રામલલાને સૂર્યતિલક થયું હતું. નવ મિનિટ સુધી ભગવાનનાં લલાટે કિરણો પડયાં હતાં. પ્રાણપ્રતિષ્ઠા
બાદ રામલલાને આ બીજું સૂર્યતિલક હતું. આ વિધિ વડાપ્રધાને જીવંત નિહાળી હતી. અયોધ્યામાં
10 લાખ રામભક્તો પહોંચ્યા હતા.
સૂર્યતિલક સાથે રામલલાનો જન્મ થયો હતો. આ અવસરે 14 પૂજારી ગર્ભગૃહમાં હાજર રહ્યા હતા અને વિશેષ પૂજા-આરતી કર્યા
હતા. સૂર્યતિલક બાદ થોડીવાર માટે મંદિરના પટ બંધ કરી દેવાયા હતા. રામલલાને 56 પ્રકારનાં વ્યંજનનો ભોગ ધરાવાયો
હતો.સૂર્યતિલક માટે અષ્ટધાતુના 20 પાઇપથી 65 ફૂટ લંબાઇ સાથેનું ખાસ સ્ટ્રકચર
તૈયાર કરાયું છે. ચાર લેન્સ અને ચાર અરીસાની મદદથી ગર્ભગૃહ સુધી રામલલાનાં લલાટ સુધી
સૂર્યનાં કિરણો પહોંચાડાયાં હતાં. ગર્ભગૃહનો ફૂલોથી શણગાર કરી સવારે સાડા પાંચ વાગ્યે
રામલલાને પીતાંબર પહેરાવી, આરતી કરાઇ
હતી.