• શુક્રવાર, 07 નવેમ્બર, 2025

જિલ્લામાં તુલસીવિવાહની પરંપરાગત ઉજવણી

ભુજ, તા. 5 : જિલ્લામાં વિવિધ સ્થળોએ તુલસીવિવાહની શ્રદ્ધાભેર ઉજવણી કરાઈ હતી. આ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. - ભુજ સ્વામિ. મંદિરે ઉજવણી : ભુજમાં નૂતન સ્વામિનારાયણ મંદિરે તુલસીવિવાહ મહોત્સવની આજે બુધવારે પરંપરાગત રીતે ભાવભેર ઉજવણી કરાઈ હતી. મહંત સ્વામી ધર્મનંદનદાસજીનાં સાંનિધ્યમાં ગણેશ પૂજન, માંડવા, ગૃહશાંતિ, વરઘોડો અને હસ્તમેળાપ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. બપોરે ઠાકોરજીની નગરયાત્રા નીકળી હતી, તો સંતોએ યજમાનોને ત્યાં પગલાં કર્યાં હતાં. વિવિધ યજમાનો અને હરિભક્તો જોડાયા હતા. - દહીંસરામાં પાંખી પાળી : દહીંસરામાં ત્રિદિવસીય તુલસીવિવાહ પ્રસંગે ગામલોકોએ પાંખી પાળી ભગવાન લાલજી મહારાજ તથા તુલસીબાઈનાં લગ્ન કરાવ્યાં હતાં. ભૂતેશ્વર મહાદેવ મંદિરેથી  નીકળેલી શોભાયાત્રા ગામના મુખ્ય માર્ગો પર ફરી હતી. તુલસીબાઈ કન્યા પક્ષે યજમાન સ્વામિનારાયણ યુવક સંઘ સમિતિ, લાલજી મહારાજ વર પક્ષે પ્રેમજી લાલજી કારાએ લાભ લીધો હતો. સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓ, શિવશક્તિ ગ્રુપના યુવાનો, સનાતન હિન્દુ સમાજ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. - માધાપરમાં ઉજવણી : માધાપરના ધિંગેશ્વર મહાદેવ-રઘુનાથજી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરનાં પટાંગણમાં લગ્ન મંડપમાં ભગવાન વિષ્ણુનાં શાલીગ્રામ રૂપે માતા તુલસી સાથે લગ્ન કરાયાં હતાં. રઘુનાથજી મંદિરથી બેન્ડ પાર્ટી રાસમંડળી સાથે સ્વામિ. મંદિર, મોટી બજાર - નવાવાસ પંચાયત થઈ વથાણ ચોક બાદ રઘુનાથજી મંદિરે આવી હતી. 40થી 45 મિનિટના આ સરેખુમાં ભગવાન શ્રીરામનાં સીતા સાથેનાં લગ્નનું વર્ણન કરાયું હતું. તુલસી માતા યજમાન પરિવાર શાંતિલાલ ગોરસિયા, સવિતાબેન, જયકિશન પારસ રહ્યા હતા. શાત્રોક્ત વિધિ રઘુનાથજી મંદિરના પૂજારી લાલા મહારાજે કરાવી હતી. વર્ષના કાર્યક્રમની રૂપરેખા પ્રકાશભાઈ ગોરસિયાએ આપી હતી. આભારવિધિ વેલજીભાઈ ભુડિયાએ કરી હતી. ટ્રસ્ટી વિશ્રામ શિવજી, દેવશી ભુડિયા, ગોવિંદ વાગડિયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરોએ વ્યવસ્થા સંભાળી હતી. - માનકૂવામાં શોભાયાત્રા : માનકૂવાના નવાવાસ (ભક્તિનગર) તથા જૂનાવાસ સ્થિત સ્વામિનારાયણ મંદિરે તુલસીવિવાહની ઉજવણી કરાઈ હતી. નવાવાસ તરફથી ટેબ્લો પર ભગવાન સ્વામિનારાયણની પાલખી સાથે યજમાન દબાસિયા, લોડરવાળા રામજીભાઈ ગોપાલ કાનજી પરિવારના સભ્યોએ ભાગ લીધો હતો. સ્વામિનારાયણ મંદિર જૂનાવાસના યુવકો દ્વારા મગરની કૃતિના ટેબ્લો પર ભગવાન સ્વામિનારાયણની પાલખી સાથે યજમાન ભંડેરી મુકેશ નારાણભાઈ પરિવાર શોભાયાત્રામાં જોડાયા હતા, જીમ ડમ્બેલ્સમાં બાળકો જોડાયાં હતાં, વિન્ટેજ કારનું આકર્ષણ રહ્યું હતું, ટ્રાફિક નિયમન માટે માનકૂવા પોલીસ સ્ટેશનમાં પી.આઈ. પી.પી. ગોહિલ દ્વારા વ્યવસ્થા કરાઈ હતી. 

Panchang

dd