• શુક્રવાર, 07 નવેમ્બર, 2025

લેબગ્રોન એ કુદરતી વિકસિત કરેલો ડાયમંડ

ગાંધીધામ, તા. 5 : પ્રસંગોની સિઝન છે, જ્વેલરી માટે લોકો ઉત્સાહિત છે, ત્યારે પર્યાવરણનું ધ્યાન રાખીને કુદરતી રીતે વિકસિત કરેલો લેબગ્રોન ડાયમંડ લોકોને આકર્ષિત કરે છે, તેવી લાગણી કચ્છમાં સૌપ્રથમ ગાંધીધામમાં લાઈમલાઈટ ડાયમંડ્સ સ્ટોરનું ઉદ્ઘાટન કરતા  ગુજરાતી ફિલ્મના અભિનેતા મલ્હાર ઠાકરે વ્યક્ત કરી હતી. અભિનેતા મલ્હાર ઠાકર, રિવા બાય ઉમા ગોલ્ડ આઉટના ડિરેક્ટર ધવન કોડરાની, જિગર કોડરાની, જેન્તીભાઇ કોડરાની સહિતના પરિવારજનોના હસ્તે શો-રૂમનું ઉદ્ઘાટન કરાયું હતું. પત્રકારો સાથેની વાતચીત દરમિયાન લાંબા સમય પછી ગાંધીધામ આવ્યો છું. ફિલ્મ માટે આવવાનું થતું હોય છે, પણ આજે લાઈમલાઈટ માટે અહીં આવ્યો છું. લેબગ્રોન ડાયમંડમાં ઘણી બધી ડિઝાઇન છે. વાજબી ભાવમાં સારી ડિઝાઇન સાથે જ્વેલરી મળે છે. પર્યાવરણનું ખૂબ ધ્યાન રાખીને વાજબી ભાવમાં કુદરતી રીતે વિકસિત કરેલો આ ડાયમંડ છે, જે લોકોને આકર્ષિત કરી રહ્યો છે, કચ્છ-ગાંધીધામના લોકોએ આ લાઈમલાઈટ સ્ટોરની મુલાકાત લેવી જોઈએ, તેમ કહીને ગુજરાતનો છઠ્ઠો અને કચ્છ- ગાંધીધામના પહેલા સ્ટોરનું ઉદ્ઘાટન કરતાં આનંદની લાગણી વ્યક્ત કરી હતી. લાઈમલાઈટ ડાયમંડ્સના રિજનલ પાર્ટનર ધવનભાઈ કોડરાનીએ કહ્યું હતું કે, આ જ્વેલરી ગોલ્ડ-ડાયમંડના વ્યવસાય સાથે 20 વર્ષથી સંકળાયેલો છું. લેબગ્રોન ડાયમંડ કુદરતી ડાયમંડને ટક્કર આપે છે. લાઈમલાઈટ અને લેબગ્રોન ડાયમંડ ભવિષ્ય છે. કચ્છમાં ગાંધીધામમાં આ સૌપ્રથમ સ્ટોર છે અને અહીં વધુ ત્રણથી ચાર સ્ટોર શરૂ કરવા સુધી પહોંચશું તેમ જણાવ્યું હતું, જ્યારે લાઈમલાઈટ ડાયમંડ્સના કો- ફાઉન્ડર નીરવ ભટ્ટે લેબગ્રોન ડાયમંડને આગળ લઈ જવા માગીએ છીએ, તેવું કહી ભાવમાં લાભદાયી  અને સો ટકા સાચો હોવાનું ઉમેર્યું હતું. રિસેલ વેલ્યૂ છે, કાર્બનથી બનેલું છે એટલે એટલું જ ખરું અને સાચું છે, તેવું કહી લોકોએ સ્ટોરની મુલાકાત લઈને લેબગ્રોન ડાયમંડ્સથી અવગત થવું જોઈએ તેમ જણાવ્યું હતું.  અભિનેતા મલ્હાર ઠાકરે લાઈમલાઈટ સ્ટોરનું ઉદ્ઘાટન કર્યા બાદ કો-ફાઉન્ડર નીરવ ભટ્ટે લાઈમલાઈટ લેબગ્રોન ડાયમંડ જ્વેલરી અંગે અભિનેતાને માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે લાઈમલાઈટની ટીમ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. લાઇમલાઈટ લેબબ્રોન ડાયમંડની બોમ્બે બેઝ કંપનીનો કચ્છનો પ્રથમ અને દેશનો 51મો સ્ટોર આજે ગાંધીધામમાં શરૂ થયો છે. તેની બધી પ્રોડક્ટ જોવા મળશે, પ્યોર કાર્બનમાંથી બનતા બધા હીરા ઉપલબ્ધ કરાવાશે. 

Panchang

dd