• શુક્રવાર, 31 ઑક્ટોબર, 2025

મંધાનાની વિકેટ પર વિવાદ : ખુદ અમ્પાયરનેય આશ્ચર્ય !

નવી દિલ્હી, તા. 30 : મહિલા વિશ્વ કપના સેમિફાઈનલના મુકાબલામાં ગુરુવારે સ્મૃતિ મંધાનાની વિકેટ પર વિવાદ જેવી સ્થિતિ સર્જાઈ હતી. બે ચોગ્ગા, એક છગ્ગા સાથે 24 દડામાં 24 રન કરીને ક્રીઝ પર જામવા માંડેલી સ્મૃતિને અચાનક ખોટી રીતે વિકેટ ખોવી પડી હતી. પાવરપ્લેની અંતિમ ઓવરમાં કિમ ગાર્થે વાઈડ બોલ ફેંક્યો હતો, પરંતુ વિકેટ પાછળ ઊભેલી સુકાની હીલીએ કેચઆઉટની અપીલ કરી હતી. અમ્પાયરે અપીલ નકારતાં હીલીએ રિવ્યૂ લીધો હતો. અલ્ટ્રાએજની મદદથી થર્ડ અમ્પાયરે દડાનો બેટ સાથે સંપર્ક થયો છે, તેવું કહીને આઉટ આપી દેતાં ખુદ મેદાન પર ઊભેલા અમ્પાયરને પણ ભારોભાર અચરજ થયું હતું. મેદાન પરથી ભારે હૈયે જતી વખતે સ્મૃતિ મંધાનાએ સુકાની હરમનપ્રીતને કહ્યું હતું કે, હું આઉટ નથી. જો કે, આ મેચમાં એક ઉપલબ્ધિ મેળવતાં મંધાનાએ ઓસ્ટ્રેલિયા સામે આજે એક હજાર રન પૂરા કરી લીધા હતા. 

Panchang

dd