મુંબઈ, તા. 30 : ઓસ્ટ્રેલિયા સામે ભારતના `િવશ્વવિક્રર્મી વિજયની શિલ્પી બનેલી મુંબઈની 25 વર્ષીય જેમિમા ઈવાન રોડ્રિગ્સ અને સ્મૃતિ મંધાના
કે હરમનપ્રીત જેટલું જાણીતું નામ નથી, પરંતુ યુવા ઓલરાઉન્ડરે આજે શાનદાર અને યાદગાર સદી સાથે ક્રિકેટરસિક
સમુદાયમાં ઘરોઘર ચર્ચાવા માંડેલો ચહેરો બની ગઈ છે. જેમિમાનો જન્મ મંગલોરિયન ઈસાઈ પરિવારમાં
પાંચમી સપ્ટેમ્બર 2000ના
દિવસે મુંબઈનાં ભાંડુપમાં થયો હતો. રોડ્રિગ્સ વિશે ખાસ જાણવા જેવી રસપ્રસદ હકીકત એ
છે કે, ક્રિકેટર
બનવા જ જન્મી હોય, તે માત્ર ચાર વર્ષની કુમળી વયથી જ તેણે સિઝન
ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું હતું. શાળામાં જુનિયર કોચ પિતા ઈવાનને પોતાના `હીરો' (આદર્શ) લેખાવતી જેમિમા તેની સફળતાનો યશ પિતાને જ આપે છે.
જેમિમા સ્મૃતિ મંધાના બાદ વન-ડેમાં બેવડી સદી કરનારી બીજી મહિલા ખેલાડી છે. તેણે 2017માં સૌરાષ્ટ્ર સામે 163 દડામાં અણનમ 202 રન ઝૂડી દીધા હતા. 
 
								
							 
			   
                     
                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                     
                                    