ભુજ, તા. 30 : અઢી માસ અગાઉ તા. 13/8ના શહેરના હોસ્પિટલ રોડ પરથી ઓફિસમાંથી યુવકનું
કારમાં અપહરણ કરી મિરજાપરના વાડામાં લઇ જઇ માર મારી અસ્થિભંગની ઇજા પહોંચાડી મોબાઇલ
લૂંટયાની ફરિયાદ નોંધાઇ હતી. મૂળ તેરાના જયેન્દ્રસિંહ આસુભા જાડેજાનું વેગનઆર કારમાં
અપહરણ કરી આરોપી મયૂરસિંહ દેવુભા જાડેજા (રહે. ભુજ) તથા અજાણ્યા ઇસમે માર મારી અસ્થિભંગ
સહિતની ઇજા પહોંચાડી મોબાઇલ લૂંટી લીધાની ફરિયાદ નોંધાયા બાદ આરોપી મયૂરસિંહે આગોતરા
જામીન માંગતા સાતમા અધિક સેશન્સ જજની અદાલતના જજ એન. પી. રાડિયાએ આગોતરા નામંજૂર કર્યા
હતા. સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ સુરેશ મહેશ્વરીએ હાજર રહી દલીલો કરી હતી. 
 
								
							 
			   
                     
                     
                                                                     
                                                                     
                                                                     
                                     
                                    