• શુક્રવાર, 31 ઑક્ટોબર, 2025

પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ જગદીશ વિશ્વકર્મા પ્રથમવાર કચ્છ આવશે

ભુજ, તા. 30 : ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રદેશ ભાજપની કમાન સંભાળ્યા બાદ તેઓ તમામ જીલ્લાઓનો પ્રવાસ કરી રહ્યા હોઈ આ અંતર્ગત આગામી તારીખ 5 મી નવેમ્બરે પ્રદેશ અધ્યક્ષ કચ્છની ધરા પર આવી રહ્યા હોઈ કચ્છ જીલ્લા ભાજપ દ્વારા તેઓની મુલાકાતના આયોજનની તૈયારીઓનો તખ્તો ગોઠવાઈ ચુક્યો છે. કચ્છ કમલમ ખાતે  જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદની અધ્યક્ષતામાં અને પ્રદેશ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડાની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશથી ખાસ આવેલ અભિવાદન સમરોહના પ્રદેશ ઇન્ચાર્જ ધવલભાઈ દવે તેમજ સહ ઇન્ચાર્જ ઋત્વિજભાઈ પટેલની ઉપસ્થિતમાં અગત્યની પરામર્શ બેઠક યોજાઈ હતી.ધવલભાઈ દવે અને ઋત્વિજભાઈ પટેલે ઉપસ્થિત સૌ અપેક્ષિત આગેવાનોને  આ સમારોહના આયોજન માટે જરૂરી સૂચનો તેમજ માહિતી પુરી પાડી હતી અને કચ્છ ભાજપ પરિવાર તેમજ કાર્યકર્તાઓ ઉપર કાર્યક્રમ સફળ બનાવવા માટે પુરેપુરો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અભિવાદન કાર્યક્રમ મોટી સંખ્યામાં સંતો મહંતોની વિશેષ હાજરીમા યોજાશે પ્રદેશ અધ્યક્ષ પૂર્વ આગેવાનો અને પ્રબુદ્ધ નાગરિકોને પણ આ અવસરે મળશે. પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા એ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે જયારે આપણા પ્રદેશ અધ્યક્ષ પહેલી વખત ક્ચ્છ આવી રહ્યા છે ત્યારે તેમના અભિવાદન માં કોઈ ખામી ના રહે તેની ખાસ તકેદારી રાખવા તેમજ આ સમારોહ ભવ્યાતીભવ્ય થાય તે માટે દરેક કાર્યકરો, આગેવાનોને કામે લાગી જવા જણાવ્યું હતું. જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે પ્રદેશ અધ્યક્ષની મુલાકાતને આવકારીને અભિવાદન સમારોહ માટેના કચ્છના ઇન્ચાર્જ તરીકે જીલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય તેમજ સહ ઇન્ચાર્જ તરીકે જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ રાહુલભાઈ ગોર, પ્રફુલાસિંહ જાડેજા તેમજ હિતેષભાઇ ખંડોલની નિમણુંક કરીને આજ થી જ તૈયારીઓ શરૂ કરી દેવા સૌને સૂચના આપી હતી  આયોજન બેઠકમાં રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગા,જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીર, જિલ્લા ભાજપના મહામંત્રીઓ દિલીપભાઈ શાહ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, પૂર્વ ધારાસભ્યો પંકજભાઈ મેહતા, રમેશભાઈ મહેશ્વરી, પૂર્વ જિલ્લા અધ્યક્ષશ્રીઓ અરુણભાઈ વછરાજાની, દિલીપભાઈ ત્રિવેદી, સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ, કેડીસીસી બેન્કના ચેરમેન દેવરાજભાઇ ગઢવી, જિલ્લા ભાજપના હોદેદારો, મોરચાના હોદેદારો, મંડળના હોદેદારો, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના હોદેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હોવાનું કચ્છ જિલ્લા ભાજપના મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી તેમજ સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરાની સંયુક્ત યાદીમાં જણાવાયું હતું.  

Panchang

dd