ભુજ, તા. 30 : સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું
આયોજન કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં ભુજ ખાતે આવતીકાલે 31 ઓક્ટોબર, 2025ના સવારે 8 કલાકે
આર. ડી. વરસાણી હાઈસ્કૂલ ખાતેથી રન ફોર યુનિટી યોજાશે. કાર્યક્રમની ઉજવણીને લઈને કચ્છ
કલેક્ટર આનંદ પટેલે જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન
પૂરું પાડીને નાગરિકો,
એનજીઓ, સરકારી સંસ્થાઓને સહભાગી બનાવવા જણાવ્યું
હતું. આર. ડી. વરસાણી ખાતેથી રન ફોર યુનિટીને મહાનુભાવોની ઉપસ્થિતિમાં લીલીઝંડી આપીને
પ્રસ્થાન કરાવવામાં આવશે. આ પ્રસંગે મહાનુભાવો અને સહભાગીઓ રાષ્ટ્રીય એકતાના શપથ ગ્રહણ
કરશે. આ રન ફોર યુનિટીનાં આયોજનમાં ભુજ નગરપાલિકા, શાળાઓ-કોલેજના
વિદ્યાર્થીઓ, સરકારી કચેરીઓ, એનજીઓ વગેરે
સામેલ થશે. 
 
								
							 
			   
                     
                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                     
                                    