• શુક્રવાર, 31 ઑક્ટોબર, 2025

ભુજની શાળાની ટીમ દેશની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધામાં ઝળકી

ભુજ, તા. 29 : ગુજકોસ્ટ (ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી) દ્વારા આયોજિત રોબોફિસ્ટ 5.0 રોબોટિક્સ સ્પર્ધામાં ચાણક્ય શાળાની ટીમની પસંદગી કરવામાં આવી હતી. ચાણક્ય શાળા દ્વારા રજૂ કરાયેલી કૃતિ - સીએચઆઈએલડી (કોગ્નિટિવ એન્ડ હાઈલી કોન્ફીગરેબલ ઈન્ટીગ્રેડેટ લર્નિંગ ડિવાઈસ) એ દેશમાંથી ઉચ્ચકક્ષાની કૃતિઓ પૈકી પ્રથમ 20 કૃતિમાં સ્થાન મેળવ્યું હતું. માર્ગદર્શક શિક્ષક પારસ ઠક્કર, વિદ્યાર્થીઓ સાત્વિક ચૌહાણ, શ્લોક સોની, રિયા ગોસ્વામી, અરવા અંતારિયા સહિતની ટીમને શાળાના ટ્રસ્ટી વાડીલાલભાઈ સાવલા, સંદીપભાઈ દોશી, પંકજભાઈ મહેતા, જય મહેતા, હસ્તી દોશી, અંકિત સાવલા, જનરલ મેનેજર સોહિત પલણ, આચાર્ય કવિતા બારમેડાએ બિરદાવ્યા હતા. ચાણક્યની ટીમ હવે આગામી પાંચ ડિસેમ્બરના પ્રુફ ઓફ કન્સેપ્ટ સબમિશન માટે જશે. 

Panchang

dd