• શુક્રવાર, 31 ઑક્ટોબર, 2025

ઇંગ્લેન્ડ સામે કિવીનો શ્રેણી વિજય

હેમિલ્ટન, તા. 29 : પ્લેયર ઓફ ધ મેચ ઝડપી બોલર બ્લેર ટિકનરની કાતિલ બોલિંગ બાદ રચિન રવીન્દ્ર અને ડેરિલ મિચેલની અર્ધસદીની મદદથી બીજી વન-ડેમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ પ વિકેટે આસાન વિજય થયો હતો. આ જીતથી કિવીઝ ટીમે 3 મેચની વન-ડે શ્રેણી 2-0ની અતૂટ સરસાઇથી કબજે કરી છે. ન્યૂઝીલેન્ડે ઘરઆંગણે 17 વર્ષ પછી ઇંગ્લેન્ડ સામે વન-ડે શ્રેણી જીતી છે. ન્યૂઝીલેન્ડે ઘરઆંગણે છેલ્લે ઇંગ્લેન્ડને વન-ડે શ્રેણીમાં હાર વર્ષ 2008માં આપી હતી. ઓવરઓલ 2013 પછી ઇંગ્લેન્ડ સામે પહેલીવાર વન-ડે શ્રેણી કિવીઝ ટીમે જીતી છે. ઇંગ્લેન્ડ ટીમનો આજે 36 ઓવરમાં 17પ રનમાં સંકેલો થયો હતો. જવાબમાં ન્યૂઝીલેન્ડે 101 દડા બાકી રાખીને 33.1 ઓવરમાં પ વિકેટે 177 રન કરી જીત મેળવી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી રચિન રવીન્દ્રએ પ8 દડામાં 7 ચોગ્ગા-1 છગ્ગા સાથે પ4 અને ડેરિલ મિચેલે પ9 દડામાં 6 ચોગ્ગા-2 છગ્ગા સાથે અણનમ પ6 રન કર્યાં હતા. કેન વિલિયમ્સન 21 રને આઉટ થયો હતો. કપ્તાન મિચેલ સેંટનર 17 દડામાં 2 ચોગ્ગા-3 છગ્ગા સાથે 34 રને નોટઆઉટ રહ્યો હતો. ઇંગ્લેન્ડ તરફથી જોફ્રા આર્ચરે 23 રનમાં 3 વિકેટ લીધી હતી. આ પહેલાં ઇંગ્લેન્ડ ટીમ 17પ રને ડૂલ થઇ હતી, જેમાં જેમિ ઓવરટનના 42 રન સર્વાધિક હતા. કપ્તાન હેરી બ્રુકે 34 રન કર્યા હતા. રૂટ 2, ડકેટ 1, જેમી સ્મિથ 13 અને બટલર 9 રને આઉટ થયા હતા. ટિકનરની 4 વિકેટ ઉપરાંત નાથન સ્મિથે 2 વિકેટ લીધી હતી. 

Panchang

dd