બર્મિંગહામ, તા. 30 : ભારત
સામે બુધવારથી શરૂ થતી બીજી ટેસ્ટ દરમિયાન ઇંગ્લેન્ડના સ્ટાર બેટર જો રૂટ પાસે
રાહુલ દ્રવિડના બે વિક્રમ તોડવાની તક છે. રૂટ જો બીજી ટેસ્ટમાં કુલ 202 રન
કરી લેશે તો સર્વાધિક રન કરનારા બેટધરોની સૂચિમાં તે રાહુલ દ્રવિડ અને દ.
આફ્રિકાના જેક કાલિસથી આગળ નીકળી જશે. રાહુલ દ્રવિડે 164 ટેસ્ટ
મેચની 286 ઇનિંગ્સમાં પ2.31ની
સરેરાશથી 13288 રન બનાવ્યા હતા. તે આ સૂચિમાં ચોથા
સ્થાને છે, જ્યારે
ત્રીજા સ્થાને જેક કાલિસ છે. તેણે 166 ટેસ્ટની 280 ઇનિંગ્સમાં
પપ.37ની એવરેજથી 13289 રન કર્યાં હતા. રૂટ હાલ આ
સૂચિમાં પાંચમા નંબર પર છે. તેણે 1પ4 ટેસ્ટની 281 ઇનિંગ્સમાં
પ0.92ની
સરેરાશથી કુલ 13087 રન કર્યાં છે. આ સૂચિમાં સચિન (1પ921) પહેલા
અને પોન્ટિંગ (13378) બીજા સ્થાને છે. આ ઉપરાંત રૂટ બીજી ટેસ્ટ
દરમિયાન જો એક કેચ લેશે તો તે દ્રવિડથી આગળ થશે અને સૌથી વધુ કેચ લેનારો ફિલ્ડર
બની જશે. દ્રવિડના અને રૂટ હાલ 210-210 કેચની બરાબરી પર છે. આ સૂચિમાં
બીજા સ્થાને 205 કેચ સાથે માહેલા જયવર્ધને છે.