નવી દિલ્હી તા. 30 : પૂર્વ
સુકાની મહેન્દ્રસિંહ ધોનીનું લોકપ્રિય નામ કેપ્ટન કૂલ હવે કાનૂની રૂપ મેળવશે.
ધોનીએ હાલમાં જ કેપ્ટન કૂલ નામ માટે ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશનની અરજી આપી છે. આ
ટ્રેડમાર્ક ધોનીના ખેલ પ્રશિક્ષણ અને સ્પોર્ટસ કોચિંગ સેવા અંતર્ગત રજીસ્ટર
કરાવવામાં આવ્યું છે. કેપ્ટન કૂલ ટ્રેડમાર્ક ધોનીને કાનૂની સુરક્ષા આપશે અને તેની
બ્રાંડ વેલ્યૂની ઓળખ પણ મજબૂત કરશે. ધોનીના વકીલ માનસી અગ્રવાલે આ જાણકારી આપી
હતી. અગાઉ કેપ્ટન કૂલ ટ્રેડમાર્ક રજીસ્ટર હતો, પણ ધોનીએ તેની સામે અરજી કરી હતી. જે માન્ય
રાખવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે મહેન્દ્રસિંહ ધોની ભારતનો સૌથી સફળ
કપ્તાન માનવામાં આવે છે. તેના શાંત સ્વભાવ અને મેદાન પરની ચતુર રણનીતિને લીધે તેની
ઓળખ કેપ્ટન કૂલ તરીકે બની હતી.