ભુજ, તા. 17 : રાજપૂત યુવક મંડળ દ્વારા ભુજમાં
સરપટ ગેટ પાસે આવેલા પોલીસ પરેડ ક્રિકેટ ગ્રાઉન્ડમાં એક દિવસીય રાજપૂત સુપર-8 ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું.
10 ટીમે ભાગ લીધો હતો. ફાઇનલમાં
પાર્થ ઇલેવને રાજપૂત સુપરાકિંગ ટીમને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો. મેન ઓફ
ધ સિરીઝ, બેસ્ટ બેટ્સમેન અને બેસ્ટ ફિલ્ડર રાજપૂત સુપરાકિંગના
ખેલાડીઓ રાજ સોલંકી, સૂરજ સિંધલ અને હાર્દિક પરમાર તથા શ્રેષ્ઠ બોલર પ્રિન્સ ઈલેવનના અશ્વિન ચૌહાણ
રહ્યા હતા. અમ્પાયર તરીકે પરેશ જટિયાણી અને રાજન દાવડા રહ્યા હતા. સ્કોરર તરીકે વિવેક
રાઠોડ, રાજપૂત યુવક મંડળના મંત્રી ચિંતન ગોહિલ અને ભુજ રાજપૂત
સમાજના કરોબારી સભ્ય હિતેશ ડુડિયાએ સેવા આપી હતી. ટ્રોફીના સ્પોન્સર હિંમત મોખા અને
ભુજ રાજપૂત યુવક મંડળના કરોબારી સભ્ય અનિલાસિંહ ભાટી રહ્યા હતા. ટૂર્નાના સહ સ્પોન્સર
ભુજ રાજપૂત સમાજના પ્રમુખ હિરેન રમેશ રાઠોડ તથા સહમંત્રી હરેશ આમર રહ્યા હતા.વોર્ડ નંબર 7ના નગરસેવિકા મનીષાબેન સોલંકી,સમાજના મંત્રી અમિત રાઠોડ તથા સમાજના અગ્રણી
ધવલરાજ સોલંકી, હર્ષદ ગોહિલ, મુકેશ ચૌહાણ,
ભરતાસિંહ બારાચ, નાનજીભા ધલ, જયદીપ ચાવડા, દીપક સોલંકી, ભરત
સોલંકી, દિનેશ રાઠોડ, મહેશ રાઠોડ,
કમલભાઈ સોલંકી, આરસીએલ ક્રિકેટ ગ્રુપના સભ્યો,
સમાજના લોકો હાજર રહ્યા હતા. રાજપૂત યુવક મંડળ-ભુજના હોદ્દેદારો તથા
કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી. ટૂર્નામેન્ટનું સંચાલન યુવક મંડળના સંગઠન મંત્રી
દીપેશ રાઠોડ અને મંડળના કારોબારી સભ્ય પૂજનકુમાર રાઠોડે કર્યું હતું.