ગાંધીનગર, તા.29 (પ્રતિનિધિ) : અમદાવાદના વીર
સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાઈ રહેલી કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026માં ભારતીય ટીમ સેમી ફાઈનલમાં
પ્રવેશ કરી ચૂકી છે. 30મીએ ભારત
અને શ્રીલંકા સેમિફાઈનલમાં ટકરાશે. આ ટીમમાં પસંદગી પામીને કચ્છ જિલ્લાના મોટા ભાડિયા
ગામની દીકરી સભાઈબેન ગઢવીએ રાજ્યનું ગૌરવ વધાર્યું છે. હાલભાં સભઈબેન બેસ્ટ ડિફેન્ડરનો
એવોર્ડ પણ જીતી હતી. સભાઈબેનના ઉત્કૃષ્ટ પ્રદર્શનને
ધ્યાને રાખીને, 2024માં `સ્પોર્ટ્સ
ઓથોરિટી ઓફ ઈન્ડિયા' (એસએઆઈ) ના
નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ (ગઈઘઊ), ગાંધીનગર ખાતે તે પ્રતિષ્ઠિત
તાલીમ માટે પસંદગી કરવામાં આવી હતી. હાલમાં તે ગાંધીનગર ખાતે જ આધુનિક સુવિધાઓ સાથે
ઉચ્ચ સ્તરીય તાલીમ મેળવી રહી છે.