અંજાર, તા. 29 : શહેરી સુખાકારી માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા ખરીદાયેલા ચાર
ટેન્કરોનું લોકાર્પણ કરાયું હતું. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી બોલતા નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન
એસ. ખાંડેકાએ જણાવ્યું હતું કે, કોઈ યાંત્રિક
સમસ્યા સર્જાય અને પાણી પુરવઠો પૂરો પાડવા માટે આ ચાર ટેન્કર ખરીદાયા છે રાજયમંત્રી
ત્રિકમભાઈ છાંગાના માર્ગદર્શન હેઠળ આ સુવિધા વિકસાવવામાં આવી છે. ઉપપ્રમુખ પરેશભાઈ
માલસતરએ શહેરીજનોને પીવાના પાણીની સમસ્યા ન રહે તે માટે સતત સક્રીય હોવાનું જણાવ્યું હતું. પાણી પુરવઠા
સમિતિના ચેરમેન અમિતભાઈ વ્યાસે જણાવ્યું હતું કે, શહેરના છેવાડાના
વિસ્તારો પણ પીવાના પાણીથી વંચિત ન રહે તે માટે નું આયોજન કરાયું છે. ટેન્કર થી શહેરની પાણી પુરવઠાની સુવિધામાં
વધારો કરશે. કાર્યક્રમનું
સંચાલન શાસકપક્ષના નેતા આશિષ ઉદવાણીએ અને આભારવિધિ કારોબારી સમિતિ ચેરમેન પ્રકાશ લોદરીયાએ
કરી હતી. શાસ્ત્રોક્ત વિધિ દેવેનભાઈ કનકચંદ્ર વ્યાસે સંપન્ન કરાવી હતી. કાર્યક્રમમાં , દંડક ગીરીશભાઈ પરમાર, જાહેર આરોગ્ય સમિતિ ચેરમેન તેજપાલભાઈ
લોચાણી, કલ્પનાબેન ગોર,
પ્રીતિબેન માણેક, સોનલબેન મહેતા, સંદીપાબેન સાકરીયા, રાજેન્દ્રાસિંહ જાડેજા, ઉલ્લાસભાઈ પ્રજાપતિ, કચેરી અધિક્ષક રશ્મિનભાઈ ભીંડે,
પાણી પુરવઠા સુપરવાઇઝર સાવન ભાઈ પંડ્યા, ફોરમેન
જીગ્નેશભાઈ ગોસ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ચીફ ઓફિસર અનિરુદ્ધાસિંહ ઝાલા અને કચેરી
અધિક્ષક રશ્મિનભાઈ ભીંડે ના માર્ગદર્શન હેઠળ કર્મચારીઅ ાઁ સહયોગી બન્યા હતાં.