• શનિવાર, 31 ઑક્ટોબર, 2026

ધાણેટીના નિવૃત્ત આર્મીમેન એથ્લેટીક્સમાં રાજ્યમાં અવ્વલ

રતનાલ(તા.અંજાર), તા.29 : ભુજ તાલુકાના ધાણેટીના નિવૃત્ત આર્મીમેને એથ્લેટીક્સમાં ગુજરાતમાં અવ્વલ સ્થાન મેળવ્યું છે. તાજેતરમાં દેવગઢ બરિયા ખાતે 45 મી માસ્ટર એથ્લેટીક્સ ચેમ્પિયનશિપ ઓફ ગુજરાત યોજાઈ હતી, જેમાં બી.એમ.સી. બી. બેન્કમાં ફરજ બજાવતા સંપતસિંહ પી. જાડેજાએ પાંચ કિ.મી. વોકમાં પ્રથમ સ્થાન, પાંચ કિ.મી. રનિંગમાં દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. તેઓ આગામી ફેબ્રુઆરી મહિનામાં લખનૌ ખાતે યોજાનારી રાષ્ટ્ર કક્ષાની સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd