ગાંધીધામ, તા. 29 : દેવગઢ બારિયા ખાતે યોજાયેલી
45મી રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં
કચ્છના 29 ખેલાડીએ દોડ, ડિસ્કસ થ્રો, ભાલા ફેંક,
ગોળાફેંક જેવી વિવિધ રમતોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને મેડલ પ્રાપ્ત કર્યાં
છે. આ સ્પર્ધામાં પ્રથમ અને દ્વિતીય ક્રમે રહેલા વિજેતા ખેલાડીઓ હવે રાષ્ટ્રીય કક્ષાની
સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. જવાહર નવોદય વિદ્યાલય, પોરબંદર ખાતે વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવતા જયદીપ પરમારે 5ાંચ હજાર મીટર ઝડપી ચાલમાં ગોલ્ડ મેડલ તેમજ
100 મીટર દોડમાં બીજો ક્રમ મેળવ્યો
હતો. જ્યારે હિતેષકુમાર પરમારે 5ાંચ હજાર
મીટર ઝડપી ચાલમાં ગોલ્ડ મેડલ, 100 મીટર દોડમાં બીજો ક્રમ, લોંગ જમ્પમાં ત્રીજો ક્રમ, જ્યોતિ ગોહિલે 1500 મીટર દોડમાં
ત્રીજો, ડિસ્કસ થ્રોમાં ત્રીજો, 5000 મીટર દોડમાં બીજો ક્રમ પ્રાપ્ત
કર્યો હતો. આ ઉપરાંત નિર્મલા મહેશ્વરીએ શોટપુટમાં પ્રથમ, ડિસ્કસ થ્રોમાં પ્રથમ અને ભાલા ફેંકમાં બીજો
ક્રમ મેળવ્યો છે. વીજ્યા પટેલે શોટપુટમાં બીજો, ભાલા ફેંકમાં
પ્રથમ, ડિસ્કસ થ્રોમાં ત્રીજો ક્રમ હાંસલ કર્યો હતો. સંવતાસિંહ
જાડેજા 5ાંચ કિમી દોડમાં બીજો, 5ાંચ હજાર
મીટર ઝડપી ચાલમાં પ્રથમ, હેમલ સોલંકીએ
400 મીટર દોડમાં પહેલો 200 મીટર દોડમાં ત્રીજો, પ્રવીણભાઈ
આલએ 5000 મીટર દોડમાં
બીજો, 1500 મીટર દોડમાં
બીજો, નર્મદાબેન મકવાણા 800 મીટર દોડમાં ત્રીજો, રેખાબેન સોલંકી 100 મીટર અને 200 મીટર દોડમાં બીજો, 400 મીટર દોડમાં
પહેલો ક્રમ મેળવ્યો હતો. તેમજ જુનેદ જુણેજાએ ગોળાફેંકમાં તથા ચક્રફેંકમાં દ્વિતીય સ્થાન
મેળવ્યું છે. આ રાજ્યકક્ષાની સ્પર્ધા દરમિયાન દેવગઢ બારિયા રાજ પરિવાર તરફથી મહારાજા
કુશાલાસિંહજી અને રાજમાતા ઉર્વશીદેવીએ ઉપસ્થિતિ રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
આ ઝળહળતી સિદ્ધિ બદલ માસ્ટર એથ્લેટિક્સ એસોસિયેશન ઓફ ગુજરાતના પ્રમુખ ફિરોઝભાઈ ચીપા, જનરલ સેક્રેટરી બી. એન. પાઠક, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ જોય વર્ગીસ તથા ગણેશ જંજરિયા (સિનિયર જોઈન્ટ સેક્રેટરી)
દ્વારા તમામ વિજેતાઓને અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં.