• ગુરુવાર, 29 ઑક્ટોબર, 2026

કરાઈમાં ગુજરાતનું સ્પોર્ટ્સ પાવરહાઉસ ઉભું કરાશે

હૃષીકેશ વ્યાસ તરફથી : અમદાવાદ, તા. 28 : આગામી કોમનવેલ્થ ગેમ્સ હવે, ગુજરાત-અમદાવાદમાં રમાશે. આ આયોજન માટે સરકાર અને તેના રમતગમત વિભાગે કમર કસી છે. આ માટે સરકારે કરાઈ ખાતે રુ. 1450 કરોડના ખર્ચે ગુજરાતનું સ્પોર્ટ્સ પાવરહાઉસ-મહા એકેડેમી ઉભી કરવાનું નક્કી કર્યું છે. રમતગમતના આ વિશાળ સંકુલમાં ઓલિમ્પિક ધોરણનાં સ્ટેડિયમથી લઈને શાટિંગ રેન્જ, વેઇટલિફ્ટિગ એરેના અને ખેલાડીઓના રહેઠાણ સુધીની સુવિધાઓ અર્થાત માત્ર સ્ટેડિયમ નહીં, સંપૂર્ણ સ્પોર્ટ્સ સિટી એટલે કે, ખેલાડીઓના ટ્રેકથી હોસ્ટેલ સુધી એક જ કેમ્પસમાં સંપૂર્ણ સ્પોર્ટ્સ ઈકો સિસ્ટમ ઊભું કરાશે. આ સમગ્ર ઈન્ફ્રાસ્ટ્રકર બનાવવા માટે એવો નિર્ણય લેવાયો છે કે, જે એજન્સીને કામ સોંપાશે તેણે, માત્ર 18 માસમાં 10, 25, 50 મીટરની ઈન્ડોર શુટીંગ રેન્જ ઉભી કરી આપવી પડશે અને સંપૂર્ણ એથ્લેટિક્સ સ્ટેડિયમ 30 મહિનામાં પૂરું કરવું પડશે. 30 મહિનામાં વેઇટલિફ્ટિગ મલ્ટિપર્પઝ ઇન્ડોર એરેના અને બાકીનું સાઇટ ડેવલપમેન્ટનું કામ 36 મહિના પૂર્ણ કરાશે. જો, કામમાં વિલંબ થશે તો પ્રતિ દિવસ 0.05 ટકાના દરે દંડની જોગવાઈ છે એટલે કે, તે મહત્તમ 10 ટકા સુધી જઈ શકે છે. નક્કી કરેલા સમય કરતાં વહેલું કામ પૂર્ણ થાય તો પ્રતિ દિવસ 0.015 ટકાના દરે બોનસની જોગવાઈ છે, જે મહત્તમ 3 ટકા સુધી રહેશે. કરાઈ એકેડેમીના આયોજનમાં આંતરરાષ્ટ્રીય રમતગમતના ધોરણોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. સ્ટેડિયમ અને મેદાનોનું આયોજન ઓલિમ્પિક તથા પેરાલિમ્પિક સ્પર્ધાઓના નિયમોને અનુરૂપ રખાશે. જરૂરિયાત ઊભી થાય તો અહીં એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ અને નેશનલ ગેમ્સ જેવી મોટી સ્પર્ધાઓ માટેની સુવિધા પણ ઉપયોગમાં લઈ શકાય તેવો તેનો ઉદ્દેશ છે. આથી કરાઈનું સંકુલ માત્ર ખેલાડીઓની તાલીમનું કેન્દ્ર નહીં રહે પરંતુ ભવિષ્યમાં મોટા રમતોત્સવો માટેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ બની શકશે. સામાન્ય રીતે બાંધકામ પૂર્ણ થયા પછી સંચાલન અલગ એજન્સી અથવા સરકારી તંત્રને સોંપવામાં આવે છે પરંતુ અહીં સરકારે એવી ખાસ શરત રાખી છે કે, અહીં ડિઝાઇન અને બાંધકામ કરનાર એજન્સીને જ 7 વર્ષ સુધી ઓપરેટ એન્ડ મેન્ટેનન્સની જવાબદારી મળશે. આ સમયગાળા દરમિયાન, રમતગમતના મેદાનો-ટ્રેકની જાળવણી, શાટિંગ રેન્જની કામગીરી, વેઇટલિફ્ટિગ સુવિધા, વીજળી અને પ્લમ્બિગ, ફાયર-ફાઇટિંગ, હાઉસકાપિંગ, સિક્યોરિટી, પાર્કિંગ, લેન્ડસ્કાપિંગ અને રમતગમતનાં સાધનોની જાળવણી જેવી કામગીરીની જવાબદારી જે તે એજન્સીની જ રહેશે. - મુખ્ય રમતગમત સુવિધાઓ કઈ હશે ? : ઓલિમ્પિક ધોરણનું એથ્લેટિક્સ સ્ટેડિયમ, વેઇટલિફ્ટિગ માટે મલ્ટિપર્પઝ ઇન્ડોર એરેના, 10, 25 અને 50 મીટરની ઇન્ડોર શાટિંગ રેન્જ, સિન્થેટિક એથ્લેટિક ટ્રેક, ડિજિટલ સ્કોરબોર્ડ, આધુનિક ટાઇમિંગ અને સ્કારિંગ સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક શાટિંગ ટાર્ગેટ સિસ્ટમ, વોર્મ-અપ સુવિધાઓ મેડિકલ અને ડાપિંગ કંટ્રોલ સુવિધાઓ હશે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd