રોટરી કલબ ઓફ બોમ્બે પ્રવીણચંદ્ર વી. ગાંધી એવોર્ડ ફોર એક્સલન્સ
ઈન પબ્લિક લાઈફ આ વખતે આઇએએસ અધિકારી અને બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના
કમિશનર અશ્વિની ભીડેને એનાયત કરાયો હતો. આઇએએસ અધિકારી તરીકે 31 વર્ષની કારકિર્દીમાં વિવિધ
મહત્ત્વની જવાબદારીઓ પાર પાડી છે તથા મુંબઈના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે.
હાલમાં જ મુંબઈના તાજમહેલ પેલેસ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આ એવોર્ડ તેમને અપાયો એ
પ્રસંગની તસવીરમાં (ડાબેથી) ભારતી ગાંધી, પ્રેસિડન્ટ રોટેરિયન મનીષ રેશમવાલા, રોટેરિયન રામભાઈ
ગાંધી, બીએમસીનાં પહેલાં મહિલા કમિશનર અને એવોર્ડ વિજેતા અશ્વિની
ભીડે તથા રોટેરિયન આનંદ દલાલ. પ્રવીણચંદ્ર વી. ગાંધીની સ્મૃતિમાં અપાતા આ એવોર્ડ દ્વારા
જાહેર જીવનમાં શ્રેષ્ઠતમ યોગદાન આપનારા મુંબઈગરાને સન્માનિત કરાય છે.