• ગુરુવાર, 29 ઑક્ટોબર, 2026

કે.સી.એ. (ભુજ)ના ખેલાડીની રિલાયન્સ જી-વન ટૂર્ના માટે સૌરાષ્ટ્ર ટીમમાં પસંદગી

ભુજ, તા. 28 : કચ્છ ક્રિકેટ એસોસિએશન (ભુજ)ના અંડર 16 ટીમના પ્રતિભાશાળી ખેલાડી ધ્રુવરાજ ભરત ગઢવીની રિલાયન્સ જી-1 ટૂર્નામેન્ટ માટે સૌરાષ્ટ્રની અંડર-16 ટીમમાં પસંદગી થઈ છે. તે હાલ અમદાવાદ ખાતે રમાતી સૌરાષ્ટ્ર અને બરોડા વચ્ચેની પ્રતિષ્ઠિત રિલાઇન્સ જી-1 ઇન્ટરસ્ટેટ અંડર-16 ટૂર્નામેન્ટમાં સૌરાષ્ટ્રની ટીમ તરફથી  રમી રહ્યો છે.  તાજેતરમાં યોજાયેલી અંડર-16 ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કચ્છ તરફથી રમતા ધ્રુવરાજે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. તેને આ શ્રેષ્ઠ દેખાવના આધારે તેમની પસંદગી સૌરાષ્ટ્રની ટીમમાં કરવામાં આવી છે. ધ્રુવરાજની આ સિદ્ધિ બદલ કચ્છ ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, હોદ્દેદારો, કોચે તેને બિરદાવ્યો હતો. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd