• શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026

ગઢશીશામાં ગાંજા સાથે શખ્સ ઝડપાયો

ભુજ, તા. 29 : ગઇકાલે રાત્રે માંડવીના ગઢશીશામાં ગાંજા સાથે શખ્સને પોલીસે ઝડપી પાડયો હતો. ગઇકાલે રાત્રે ગઢશીશા પોલીસે બાતમીના પગલે ગૌશાળા પાસે રોડ સાઇડ પાસેથી ટુ-વ્હીલર એક્સેસ નં. જી.જે.- 12-એચ.જી. -3963ની ડેકીમાં રાખેલો માદક પદાર્થ ગાંજો 19.51 ગ્રામ કિં.રૂા. 975 સાથે આરોપી શંકરભાઇ ગાભા ચૌહાણ (રહે. પ્રતાપનગર, ગઢશીશા)ને ઝડપી પાડયો હતો.  5500નો મોબાઇલ, એક્સેસ કિં.રૂા. 40,000 તથા ગાંજો કિં.રૂા. 975 એમ કુલ્લે રૂા. 46,475નો મુદ્દામાલ પોલીસે કબજે લઇ આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ તળે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd