• ગુરુવાર, 29 ઑક્ટોબર, 2026

ભારતીય શેરબજારોથી ઘટતું વિદેશી રોકાણ

ભારતીય અર્થતંત્રની અમુક ચાવીરૂપ પારાશીશીમાં શેરબજારનું ખાસ મહત્ત્વ રહ્યંy છે. છેલ્લા થોડા સમયથી  બજારમાં ભારે ઉતાર ચડાવનું વલણ નાના કે મોટા રોકાણકારોમાં ભારે ચિંતા જગાવી રહ્યંy છે. સ્વદેશી રોકાણકારોની ચિંતા વધારે તેવા અહેવાલોમાં વિદેશી રોકાણકારોએ ભારતની શેરજબજારમાંથી ઉપાડનું વલણ લીધું  હોવાના આંકડા સામે આવી રહ્યા છે. એક તરફ ભારતનું અર્થતંત્ર દુનિયામાં સૌથી ઝડપભેર વિકસી રહ્યંy છે, ત્યારે બીજી તરફ વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારોથી અળગા થઈ રહ્યા હોવાની હકીકત શેરબજારના દેશી રોકાણકારોની સાથોસાથ સ્થાનિકના અર્થશાત્રીઓ માટે  પણ મંથનની બાબત બની રહ્યં છે. શેરબજારમાં વિદેશી રોકાણકારોએ પોતાના નાણાં ખેંચવાનું મોટાપાયે શરૂ કર્યાના આંકડા સામે આવ્યા છે. ઓક્ટોબર મહિનામાં જ 48 હજાર કરોડથી વધુની રકમ શેરબજારમાંથી વાળી લેવાઈ હતી, તો સપ્ટેમ્બરમાં આ આંકડો 3પ હજાર કરોડનો રહ્યો હતો.  આ વર્ષે વિદેશી રોકાણકારોએ પરત ખેંચી લીધેલી રકમ 3.08 લાખ કરોડને આંબી ગઈ છે. ગયા વર્ષે આ આંકડો 1.66 લાખ કરોડનો હતો. અર્થશાત્રીઓ એવો મત વ્યક્ત કરી રહ્યા છે કે, ક્રૂડ તેલના સતત વધી રહેલા ભાવો અને વધતી મોંઘવારીની સાથોસાથ કંપનીઓની કમાણી સામે આશંકા ઊભી થઈ છે, આ તમામને લીધે વિદેશી રોકાણકારો પારોઠના પગલાં ભરી રહ્યા છે. જો કે, બજારના સૂત્રધારો એવી લાગણી ધરાવે છે કે, માત્ર બહારી કારણો બતાવીને સરકાર પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી શકે નહીં.  આમ તો બજારને મજબૂત રાખવા વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવાના પગલાં સમયાંતરે લેવાતાં રહે છે, પણ આવા પગલાંથી વિશેષ કોઈ નક્કર અને અસરકારક પગલાં લેવાય તો આવી કટોકટીઓનો કાયમી ઉકેલ આવી શકે. આજે વિશ્વની બજારો રોકાણકારોને પોતાની તરફ આકર્ષવા સતત મથી રહી છે, તેવામાં સરકાર તરફથી સ્થિર નીતિઓ અને પારદર્શક નિયમોની અનિવાર્યતા વર્તાઈ રહી છે.  વિદેશી રોકાણકારામાં આવા હકારાત્મક  માહોલ દ્વારા વિશ્વાસ વધારવા અને જાળવવા પર સરકારે હવે તાકીદે ધ્યાન આપવાની જરૂરત છે. આમ તો જે રીતે વિદેશી રોકાણકારોએ ભારતીય બજારોમાંથી પોતાનાં નાણાં પરત લેવા જે રીતે ધસારો કર્યો છે, તેનાથી આમ તો બજારમાં વધુ અસર પડે તેમ છે, પણ સ્થાનિકના અને સંસ્થાગત રોકાણકારોને લીધે સ્થિતિ હદબહાર વણસી નથી. આવામાં સરકારે ભારતીય શેરબજોરોમાં વિદેશી રોકાણકારોનું આકર્ષણ જળવાયેલું રહે તે માટે સતત ધ્યાન આપવાની ખાસ આવશ્યકતા છે.  આર્થિક વિકાસની મજબૂતીનું પ્રતિબિંબ શેરબજારો ઝીલે તો તેનો ફાયદો દેશને થાય.  હાલના નકારાત્મક કારણો ભારત પૂરતા મર્યાદિત નથી તેમ છતાં વિશ્વની ટોચની બજારો અને અર્થતંત્ર દ્વાર જે રીતે વિદેશી રોકાણકારોના વિશ્વાસને જાળવવા પર ધ્યાન અપાઈ રહ્યં છે, તેને અનુસરવાનો સમય પાકી ગયો છે. આની સાથોસાથ જે રીતે વિદેશી રોકાણકારો તેમની રકમ પરત લઈ રહ્યા છે અને બજાર હાલક-ડોલક છે તેવા સંજોગોમાં ઘર આંગણાના નાના રોકાણકારોના હિત જાળવવા પર પણ સરકારે તાકીદે ધ્યાન આપવાની જરૂરત છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd