ગાંધીધામ, તા. 29 : ભારતમાં જૈનોની સૌથી મહત્વની સંસ્થા `જીતો'
ના ગુજરાતના વાઈસ ચેરમેન તરીકે કચ્છના ઉદ્યોગપતિ મહેશ પુજની નિયુક્તિ
કરાઈ છે. નોલેજ, સેવા, શિક્ષા વિકાસ માટે
કામ કરતી સંસ્થા જીતોના ગુજરાતમાં હાલ 9 શહેરોના ચેપ્ટર છે.અને સમગ્ર ભારતમાં 104 ચેપ્ટર છે. અત્રે ઉલ્લેખનીય
છે કે કચ્છમાં જીતોની સ્થાપનામાં હ મેહશભાઈએ મહત્વની ભુમિકા ભજવી છે. તેમની આગેવાનીમાં
જ ગાંધીધામમાં જીતો ચેપ્ટરની શરૂઆત થઈ હતી. ત્યાબર બાદ તેમના આયોજન મુજબ ભુજમાં પણ
ચેપ્ટર કાર્યરત કરાયું છે. નવનિયુકત વાઈસ ચેરમેને જીતોને હવે જૈનોના ઘર ઘર સુધી પહોંચાડવાની
નેમ વ્યકત કરી હતી. તેમણે ગાંધીધામ ચેમ્બરમાં 8 વર્ષની કારોબારી સમમિતિમાં જોડાયેલા છે અને અગાઉ પ્રમુખ તરીકે
પણ જવાબદારી નિભાવી છે.
ગુજરાત ઝોનમાં તેમની ટીમમાં કચ્છમાં થી બીરજી શાહ
,સેક્રેટરી તરીકે અને જોઈન્ટ સેક્રેટરી તરીકે કેતન કાંકરેચાની નીમણુંક
થઈ છે.