• રવિવાર, 16 જૂન, 2024

આજથી મલેશિયા માસ્ટર્સ બેડમિન્ટન : ઓલિમ્પિક પહેલાં સિંધુની કસોટી

કુઆલાલ્મપુર તા.20: બ્રેક બાદ તરોતાજા બની વાપસી કરી રહેલ સ્ટાર શટલર પીવી સિંધુ પેરિસ ઓલિમ્પિક પૂર્વે મંગળવારથી શરૂ થઇ રહેલી મલેશિયા માસ્ટર્સ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ખિતાબના દુકાળનો અંત કરવાના મનસૂબા સાથે કોર્ટમાં ઉતરશે. પેરિસ ઓલિમ્પિકની તૈયારી માટે મલેશિયા ઓપન તમામ ખેલાડીઓ માટે મહત્વની ટૂર્નામેન્ટ છે. પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સિંધુએ ઉબેર કપ અને થાઇલેન્ડ ઓપનમાં ભાગ લીધો હતો. હવે તે વાપસી કરી રહી છે. સિંધુએ ગયા વર્ષે ઓકટોબરમાં ઘૂંટણની સર્જરી કરાવી હતી. પછી તેણી ફોર્મમાં નથી. સિંધુના રીર્ટનમાં પહેલા જેવી તાકાત નથી રહી. નજીકના મુકાબલાઓમાં તેને હાર સહન કરવી પડી રહી છે. તે પાછલી 6 સ્પર્ધામાંથી બેમાં કવાર્ટર ફાઇનલ સુધી પહોંચી શકી છે.  પીવી સિંધુએ છેલ્લે 2022માં સિંગાપોર ઓપનનું ટાઇટલ જીત્યું હતું. મલેશિયા માસ્ટર્સના પહેલા રાઉન્ડમાં સિંધુનો સામનો સ્કોટલેન્ડની ક્રિસ્ટી ગિલમોર સામે થશે. ટૂર્નામેન્ટમાં ટોચની મહિલા ખેલાડીઓ એંગ સિ યંગ, ચેન યૂ ફેઇ, અકાને યામાગૂચી અને કેરોલિના મારિન સહિતની ભાગ લઇ રહી છે. મલેશિયા માસ્ટર્સના પુરુષ વર્ગમાં કિરણ જોર્જ એકમાત્ર ખેલાડી છે. રવિવારે થાઇલેન્ડ ઓપનમાં ચેમ્પિયન બનેલ સાત્વિક-ચિરાગની નંબર વન જોડી ટૂર્નામેન્ટમાં ભાગ લઇ રહી નથી. ભારતની અન્ય બિન ક્રમાંકિત જોડી પડકાર આપશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang