કોલંબો, તા.16 : ટી-20 વર્લ્ડ
કપની પાકિસ્તાન સામેની હાઇ વોલ્ટેજ મેચમાં 77 રનની મેચ વિનિંગ ઇનિંગ રમનાર ટીમ
ઇન્ડિયાના વિકેટકીપર - બેટર ઇશાન કિશને કહ્યું કે ઓફ સાઇડની રમતમાં સુધારો કરવાનો
ફાયદો કોલંબોની ધીમી વિકેટ પર મળ્યો. કિશન હંમેશાં લેગ સાઇડ પણ મજબૂત લાગે છે પણ
રવિવારે તેણે ઓફ સાઇડ પર 9 દડામાં 2પ રન
બનાવ્યા હતા. મેચ પછી ઇશાને કહયું મેં મારી ઓફ સાઇડની રમત પર ઘણું કામ કર્યું છે.
આથી આજે બસ ગેપમાં શોટ મારવાનો પ્રયાસ કરતો હતો. મને મેદાનમાં મોટા ગેપ મળ્યા.
મારાં મગજમાં આ પીચ પર 160-170 આસપાસનો સ્કોર બનાવવાનો હતો.
અમારા માટે આ ટોટલ સારો બની રહેત. આખરે અમે લક્ષ્યાંક (17પ) સુધી
પહોંચી ગયા.