મુંદરા, તા. 17 : તાલુકામાં દારૂ અને નશાયુક્ત પદાર્થોનું વેચાણ વધ્યું હોવાની
રાવ સાથે અહીં `આપ' દ્વારા આવેદનપત્ર પાઠવી જરૂર પડયે જનતા રેડની ચીમકી અપાઈ હતી. મુંદરા શહેર-તાલુકા આમ આદમી પક્ષ દ્વારા મદદનીશ
પોલીસ અધીક્ષક પાસે કરાયેલી લેખિત રજૂઆતમાં જણાવાયું હતું કે, ઔદ્યોગિક વિકાસ સાથે દારૂ-નશાનું પ્રમાણ વધ્યું છે. ગાંજો અને આંકડાના જુગાર
ક્લબોનું દૂષણ છે. તાલુકાના અને શહેરના વિવિધ દારૂ પોઇન્ટના ઉલ્લેખ સાથે પત્રમાં કડક
કાર્યવાહીની માગણી કરવામાં આવી હતી. સાથે જણાવાયું કે, આ અરજીના
15 દિવસમાં કાર્યવાહી નહીં થાય
તો શહેર-તાલુકાની ટીમ દ્વારા જનતારેડ પડાશે. આ રજૂઆતમાં પક્ષના પ્રદેશ અગ્રણી સંજય
બાપટ, તાલુકા પ્રમુખ વીજેન્દ્રસિંહ જાડેજા વગેરે જોડાયા
હતા.