• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

શક્તિ સ્વરૂપા કચ્છના એક માત્ર શ્રીપીઠ

દેવેન્દ્ર વ્યાસ દ્વારા : માંડવી, તા. 14 : મહાશક્તિ પર્વ નવરાત્રિનાં નોરતામાં માઇ ભક્તો ભાવ વિભોર છે ત્યારે દેશ-દુનિયામાં શ્રી પીઠ આશાપુરા માતાજી મંદિરના એક માત્ર ગરિમા અને ગૌરવપ્રદ મનાતાં, પ્રકૃતિની ગોદમાં બિરાજમાન શ્રીપીઠ આશાપુરા માતાજી મંદિર (નાના રતડિયા) પરિસરમાં માઇ ભક્તો શ્રદ્ધાળુઓ ભાવભેર માઇ પર્વ મનાવી રહ્યાં છે. 109 વર્ષની ઉંમરે દેહોત્સર્ગ પામનારા સંતવર્ય, શ્રીપંચ દશનામ જૂના અખાડાના આંતર રાષ્ટ્રીય સભાપતિ ગિરિજાદત્તગિરિજી મહારાજના મહાતપોબળે-સાધકે ભૂમિના સર્વાંગી અને નયનરમ્ય વિસ્તૃતિકરણ અર્થે અનુગામી ગાદીપતિ મહામંડલેશ્વર પૂ.કલ્યાણાનંદગિરિજી મહારાજની દિશા દૃષ્ટિ પ્રમાણે અંદાજે ત્રીસેક કરોડના ખર્ચે શિલાન્યાસથી શિખરે ધ્વજારોહણ લગીનાં સંપૂર્ણદાતા મૂળ ફરાદીના અખાતી દેશમાં કારા જ્વેલર્સ (દુબઇ) અનિલકુમાર મણિશંકર પેથાણીએ ધર્મલાભ લીધો છે. વિશાળ મણિ રત્નમ અન્નપૂર્ણા ભોજનશાળા પછી હાલે શિખરબંધ મંદિરો, શિવાલય ઉપરાંત સ્થાપિત મહાવિદ્યાઓ, દેવી-દેવતાઓના દેવાલયોનું નિર્માણ કાર્ય પ્રગતિમાં છે. નાકરાણી પરિવાર દ્વારા અતિથિગૃહ, રાજપરના સેંઘાણી પરિવાર દ્વારા વિશાળ સત્સંગ હોલ, દેવ-ધન સત્સંગ શાળા વગેરેના લોકાપર્ણ બાદ દાતા બાબુલાલભાઈ રાજપુરોહિત પરિવાર દ્વારા 203મોનું અદ્યતન વૃદ્ધાશ્રમ નિર્માણાધીન છે. અન્નક્ષેત્ર સાથે ગૌશાળાનો નિભાવ થાય છે. પુરાણો અનુસાર માતાજીની 51 શક્તિપીઠો છે.  શ્રીપીઠ આશાપુરા માતાજી મંદિર એ વિશ્વમાં - દેશ - દુનિયામાં એકમાત્ર ગરિમાપૂર્ણ તીર્થ સ્થળ નાના રતડિયાના પ્રાકૃતિક-નૈસગિક - પર્યાવરણમાં હોતાં તેનો મહિમા ખૂબ મોટો છે. શ્રીપીઠ આશાપુરા માતાજી મંદિરે નવરાત્રિ મહોત્સવમાં નવરાત્રીઓ અંતે વિજ્યાદસમીએ હવન સાથે તેનું સમાપન થતું હોય છે. વિશ્વભરમાં આશાપુરા માતાજીનું સૌથી મોટું તીર્થ માતાના મઢ (તા. લખપત)માં છે. રાજવંશ-જાડેજા કૂળની એ કુળદેવી છે. કચ્છ ઉપરાંત રાજસ્થાનના ડોલ અને પોખ વગેરે સ્થળોએ આશાપુરા બિરાજમાન છે. શ્રીપીઠ ખાતે રોજ રાત્રે ગરબા, માઈસ્તવન, રાસ લેવા શ્રદ્ધાળુઓ જોડાય છે. શ્રીપીઠ આશાપુરા મંદિરે દેવી-દેવતાઓ સાથે અસૂરોના આરાધ્ય એવા કુબેર ભંડારીની પણ પ્રતિમાનું સ્થાપન છે. યમદેવતા બ્રહ્મા-વિષ્ણુ-મહેશ, ગણપતિ વગેરેનું સ્થાપન છે. તાજેતરમાં આર.એસ.એસ.ના મુખિયા મોહન ભાગવતજીએ આખો દિવસ સહભાગી થઈને તીર્થક્ષેત્ર અને વિકાસ માટે અહોભાવ પ્રદર્શિત કરેલો. રસ્તાઓના નવીનીકરણની પ્રક્રિયા કાર્યાવિત હોતાં શ્રદ્ધાળુઓ, સહેલાણીઓ માટે આકર્ષણ વધુ રહેવા સંભવ છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd