• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

કોલી વારાઇ સમાજ દ્વારા પ્રથમવાર નૂતન નવરાત્રિ

વાડાપદ્ધર (તા. અબડાસા), તા. 14 : વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસાર પ્રેરિત કોલી વારાઇ સમાજ દ્વારા પ્રથમવાર આયોજિત નૂતન નવરાત્રિના પ્રારંભે આદ્યશક્તિ માતાજી મંદિર ચોકમાં ઘટસ્થાપન તથા પૂજન કરાયું હતું. આદ્યશક્તિ માતાજીના ભૂવા હરજી શામજી કોલી, ઘેલ ગાત્રાળ માતાજીના ભૂવા ધનજીભાઇ હંસરાજ કોલી, ક્ષેત્રપાળ દાદાના ભુવા દિનેશભાઇ કોલી તેમજ કોલી સમાજના તમામ ભાઇ-બહેનો, વડીલો સાથે કોલી સમાજના 75 ઘર તેમજ સમસ્ત હિંદુ સમાજ સાથે મળી મા જગદંબાની આરાધનામાં સાથે જોડાશે તેમ જણાવ્યું હતું. સૌરાષ્ટ્ર પ્રાંત પ્રશાસનિક પ્રમુખ જગદીશસિંહ ગોહિલ, માતાના મઢ જિલ્લા ધર્મ પ્રસાર પરાવર્તન પ્રમુખ ધનજીભાઇ કોલી, ધર્મપ્રસાર સંત સંપર્ક પ્રમુખ કલ્પેશભાઇ મોમાયાએ ઉપસ્થિત રહી વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. વારાઇ કોલી ગ્રુપ, દેવીકૃપા કેવલમ સહિતના દાતાઓ સહયોગી રહ્યા હતા. જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજાએ માતાજીના પ્રાંગણમાં શેડ બનાવવા માટે સહયોગની ખાતરી સાથે નવરાત્રિમાં હાજરી આપશે એવું કહ્યું હતું. સંગઠન મંત્રી રંગજી રાજે તેમજ ધર્મ પ્રસાર સૌરાષ્ટ્ર પ્રાંત પ્રમુખ માદેવા વીરા આહીરે માર્ગદર્શન પૂરું પાડયું હતું તેવું વિશ્વ હિન્દુ પરિષદ માતાના મઢ પ્રચાર પ્રસારક હિરેનભાઇ ભાનુશાલીની યાદીમાં જણાવાયું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd