• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

પરિવહનમાં અદાણી લોજિસ્ટિકની પહેલ

વાપી, તા. 14 : ભારતના સૌથી મોટા સંકલિત પરિવહન સંચાલક અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. હસ્તકની   અદાણી લોજિસ્ટિક્સ લિ. એ ગુજરાતના વાપીના તુમ્બ ખાતેના તેના ઇનલેન્ડ કન્ટેનર ડેપોથી કન્ટેનરની ડિલિવરી માટે ઇલેક્ટ્રિક ટ્રક તૈનાત કરવા વૈશ્વિક શાપિંગ અને લોજિસ્ટિક્સ જુથ સીએમએ સીજીએમ સાથે ભાગીદારી કરી છે. આ તૈનાતી કન્ટેનરની હિલચાલ માટે ભારતના સૌથી મોટા ટ્રક કાફલાનો ભાગ બનવા સાથે  ગ્રાહકોની ફેક્ટરી અને ગોડાઉન સાથે ડેપોને સાંકળતા, કન્ટેનર પરિવહનના ઇનલેન્ડ લેગમાં ઇલેક્ટ્રિક ગતિશીલતાનો વિસ્તૃત કરશે. સ્ટોર-ડોર ડિલિવરી મોડેલ હેઠળ કન્ટેનર ડેપોથી રોડ દ્વારા સીધા ગ્રાહકોના પરિસરમાં પરિવહન કરવામાં આવે છે. આ સેવા સપ્લાય ચેઇનમાં પદનામિત ડિલિવરી પોઇન્ટ સાથે કન્ટેનર હેન્ડાલિંગની સુવિધાઓને જોડે છે.  નવા તૈનાત ઇલેક્ટ્રિક કાફલાનો સૌ પ્રથમ ઉપયોગ કરનારી શાપિંગ લાઇન સીએમએ સીજીએમએ ફ્લેગ-ઓફ સમારોહમાં તેના કન્ટેનરનું પરિવહન કરી પ્રથમ કન્સાઇનમેન્ટ રવાના કર્યુ હતું. કામગીરી દરમિયાન ઇલેક્ટ્રિક ટ્રકો કોઈ ટેલપાઇપ ઉત્સર્જન પેદા નહિ કરતા હોવાથી રોડ ફ્રેઇટની પર્યાવરણીય અસર ઘટે છે. ડેટા મુજબ ઇલેક્ટ્રિક ટ્રક્સ ટેલપાઇપ ઉત્સર્જનને દૂર કરે છે, પરિણામે ડિલિવરી રૂટ પર પ્રદૂષણ ઘટાડવામાં મદદ મળે છે. કન્ટેનર ટ્રાન્સપોર્ટેશન ચેઇનમાં વૈકલ્પિક વાહન ટેકનોલોજીનો ઉપયોગ લોજિસ્ટિક્સ ઓપરેટરો અને શાપિંગ લાઇન્સ સાથે મળી કરી શકે તેની આ તૈનાતી શ્રેષ્ઠ ઉદાહરણ  છે.  ઇલેક્ટ્રિક ટ્રક્સને નિયમિત ફ્રેઇટ કામગીરીમાં એકીકૃત કરવા અને ગ્રાહકોને સતત વિશ્વસનીય સેવા પૂરી પાડવા માટે ચાર્જિંગનું માળખું, વાહનની રેન્જ અને ડિલિવરી સમયપત્રકની આસપાસની બાબતોનું કાળજીપૂર્વક આયોજન કરવું જરૂરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd