ગાંધીધામ, તા. 14 : રાપર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા
`લૂટેરી દુલ્હન ગેંગ'ના ગુનામાં છેલ્લા બે મહિનાથી નાસતા ફરતા આરોપી
મનોજ ઉર્ફે મધરમ જયંતિભાઈ ચુનારા (દેવીપુજક) (ઉ.વ. 39, રહે. ચુનારાવાસ, વટવા, અમદાવાદ) ને રાપર
પોલીસે ટેકનિકલ એનાલિસીસ અને હ્યુમન સોર્સના આધારે અમદાવાદ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની
કાર્યવાહી હાથ ધરી છે.