• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

`એક દેશ, એક બંદર' નીતિ અમલી બનશે

હૃષિકેશ વ્યાસ તરફથી : અમદાવાદ, તા. 14 : મુંબઈમાં કેન્દ્રીય બંદર, શાપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલની અધ્યક્ષતામાં બે દિવસિય 21મી મેરીટાઈમ  સ્ટેટ ડેવલોપમેન્ટ કાઉન્સીલ-એમએસડીસીની બેઠક મળી હતી. જેમાં કેન્દ્ર અને દરિયાકાંઠાના ગુજરાત સહિતના રાજ્યો વચ્ચે દેશના તમામ બંદરોમાં પોર્ટ સંબંધિત પ્રક્રિયાઓને વધુ એકરૂપ અને પારદર્શક બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં નક્કી કરાયું હતું કે, માર્ચ-2027 સુધીમાં ગુજરાત સહિત દેશના તમામ બંદરોમાં `વન નેશન, વન પોર્ટ પ્રોસેસ - ઘગઘઙ' લાગુ કરવાની દિશામાં કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે. આ અંતર્ગત બંદરોની દસ્તાવેજી પ્રક્રિયા, પોર્ટ ઓપરેશનની પ્રક્રિયા અને વિવિધ મંત્રાલયો - વિભાગો સાથે જોડાયેલી પ્રક્રિયાઓને સરળ અને એકરૂપ બનાવવામાં આવશે એટલે કે, એક બંદરથી બીજા બંદરે માલ મોકલતા વેપારીઓ અને શાપિંગ કંપનીઓને અલગ-અલગ પ્રકારની પ્રક્રિયાઓનો સામનો ન કરવો પડે તે દિશામાં મોટો સુધારો થશે. આ નિર્ણયનો સૌથી મોટો ફાયદો વેપારીઓ, આયાતકારો, નિકાસકારો અને શાપિંગ ઉદ્યોગને થશે. તમામ બંદરોને પોર્ટ ટેરિફ - ચાર્જની માહિતી ઇલેક્ટ્રોનિક રીતે પ્રકાશિત કરવાની ફરજ પાડવામાં આવી છે પરિણામ  સ્વરુપ, કયા બંદરે કયા ચાર્જ લાગશે તેની માહિતી વધુ સરળતાથી ઉપલબ્ધ થશે. અહીં નોંધવું જરૂરી છે કે, હાલના આ નિર્ણયમાં દરેક રાજ્યના દરેક પોર્ટ ચાર્જનો દર શબ્દશ?  એકસરખો કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી પરંતુ ચાર્જની માહિતી જાહેર કરવાની રીત અને પોર્ટ પ્રક્રિયાઓમાં એકરૂપતા લાવવાથી રાજ્યવાર પ્રક્રિયાત્મક તફાવત અને અનિશ્ચિતતા ઘટાડવાનો પ્રયાસ સ્પષ્ટ કરાયો છે. ઙ્ક વન નેશન, વન પોર્ટ પ્રોસેજર ઙ્ખઠ્ઠદ્મેં માર્ચ - 2027 સુધીમાં તમામ બંદરોને મેરીટાઈમ સીગલ વીન્ડો - સાગર સેતુ સાથે ઇન્ટિગ્રેટ કરવાનો નિર્ણય પણ લેવાયો છે. આથી પોર્ટ સંબંધિત વિવિધ પ્રક્રિયાઓ એક જ ડિજિટલ માધ્યમ પર લાવવાનો માર્ગ મોકળો થશે અને પોર્ટ પર કાગળ આધારિત તથા અલગ - અલગ પ્રક્રિયાઓ ઘટાડવામાં મદદ મળશે. આ બેઠકમાં મેરીટાઈમ ઈન્ડિયા વીઝન 2030 અને મેરીટાઈમ અમૃત કાળ વિઝન 2047 અંતર્ગત લાંબા ગાળાના લક્ષ્યાંકો પર પણ ચર્ચા થઈ હતી. - ગુજરાત સહિતના દરિયાકાંઠાના રાજ્યો માટે મોટો બદલાવ આવશે : ગુજરાત જેવા વિશાળ દરિયા કાંઠો ધરાવતા રાજ્ય માટે આ નિર્ણયનું વિશેષ મહત્વ છે. રાજ્યના વિવિધ બંદરો પરથી આયાત-નિકાસ કરતા ઉદ્યોગો, શાપિંગ કંપનીઓ, લોજિસ્ટિક્સ ક્ષેત્ર અને પોર્ટ આધારિત ઉદ્યોગોને પ્રક્રિયાઓમાં વધુ સ્પષ્ટતા અને એકરૂપતા મળવાની અપેક્ષા છે. ખજઉઈએ રાજ્યોને પોર્ટ સાથે જોડાયેલા ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર્સ વિકસાવવા, પ્લગ – એન્ડ - પ્લે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા અને મંજૂરીની પ્રક્રિયા ઝડપી બનાવવા પણ ભાર મૂક્યો છે. હાલ અલગ -અલગ બંદરો અને રાજ્યોમાં દસ્તાવેજીકરણ, મંજૂરી અને ઓપરેશનલ પ્રક્રિયાઓમાં તફાવત જોવા મળે છે. `વન નેશન, વન પોર્ટ પ્રોસેસ'નો મુખ્ય હેતુ આ પ્રક્રિયાઓમાં એકરૂપતા અને ડિજિટલ સ્ટાન્ડર્ડાઇઝેશન લાવવાનો છે. સરકાર દ્વારા પોર્ટ ટેરિફ અને ચાર્જની માહિતી પણ ઇલેક્ટ્રોનિક રીતે ઉપલબ્ધ કરાવવાની દિશામાં પગલાં લેવાયા છે. એટલે વેપારીઓને કયા બંદરે કઈ પ્રક્રિયા અને કયા ચાર્જ લાગુ પડે છે તેની માહિતી વધુ સરળતાથી મળી શકશે. - મેરિટાઇમ કાઉન્સિલને કાયદાકીય આધાર મળ્યો : આ બેઠકમાં ઈન્ડિયન પોર્ટ એક્ટ, 2025 હેઠળ 15મી, મે 2026ના રોજ સૂચિત થયા બાદ આ તેની પ્રથમ બેઠક હતી. જેમાં તેને વૈધાનિક સલાહકાર સંસ્થા તરીકે વધુ મજબૂત ભૂમિકા મળી છે. ખજઉઈની મૂળ રચના 1997માં થઈ હતી. ખાસ કરીને એક જ વેપારી જો ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ગોવા અથવા અન્ય દરિયાકાંઠાના રાજ્યના બંદરનો ઉપયોગ કરે તો અલગ-અલગ પ્રક્રિયાઓના બદલે વધુ પ્રમાણભૂત ડિજિટલ સિસ્ટમ તરફ આગળ વધવાનો માર્ગ તૈયાર થશે.   

Ram Katha

Vyapar Utsav

Panchang

dd