• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

મુસ્કાન અને સાહિલને ફાંસી

મેરઠ, તા. 14 : સમગ્ર દેશને હચમચાવી નાખનારા મેરઠના ચકચારી `બ્લુ ડ્રમ' હત્યા કેસમાં સૌરભ રાજપૂતની હત્યા કરનારા તેની પત્ની મુસ્કાન રસ્તોગી અને તેના પ્રેમી સાહિલ શુક્લાને કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. અદાલતે આ ક્રૂર હત્યા બદલ સજા સંભળાવવા સાથે જ રૂા. 20,000નો દંડ પણ ફટકાર્યો હતો. એક મીડિયા હેવાલ મુજબ, બુધવારે મુસ્કાન અને સાહિલને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા, જે દરમિયાન ન્યાયાધીશે બંનેને કશું કહેવા પૂછતાં સાહિલે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે મુસ્કાન પણ મૌન રહી હતી. જ્યારે સૌરભની હત્યા બદલ બંનેને સજા ફટકારાઈ, ત્યારે સૌરભના પરિવારના સભ્યો માતા, માસી, ભાઈ અને અન્ય લોકો કોર્ટરૂમમાં ઉપસ્થિત હતા. બુધવાર સવારથી મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેઓએ મુસ્કાન અને સાહિલ માટે મૃત્યુદંડની માગણી કરી હતી.  સજાના આદેશ પહેલાં સૌરભની માતાએ મીડિયાને જણાવ્યું હતું કે, પુત્રની હત્યા બાદ ન્યાય મેળવવા માટે સમગ્ર પરિવારે દરેક સ્તરે પ્રયાસો કર્યા હતા. તેમણે વહીવટી તંત્ર અને આ લડાઈમાં સૌરભના પરિવારને સમર્થન આપનારા તમામ લોકોનો આભાર માન્યો હતો.  મુસ્કાન તેની બે દીકરીઓના ભવિષ્યને લઈને ચિંતિત છે. તે જેલ સત્તાવાળાઓ પાસે તેની મોટી દીકરી પિહુ સાથે મુલાકાતની વ્યવસ્થા કરવાની માંગ કરી રહી છે. મુસ્કાને તેની દીકરી સાથે ફોન પર વાત કરવાની પણ વિનંતી કરી હતી. જો કે, જેલ વહીવટી તંત્રે સ્પષ્ટ કર્યું છે કે, તેમની પાસે તેની મોટી દીકરીનો કોઈ મોબાઈલ નંબર કે સરનામું નોંધાયેલા નથી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd