• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

રાજ્ય કક્ષાની ચેસ સ્પર્ધા માટે ધો. 10ની છાત્રા ક્વોલિફાય

ભુજ, તા. 14 : ધોરણ 10મા અભ્યાસ કરતી સોઢા દિવાબાએ સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાની રાજ્યકક્ષાની ચેસ સ્પર્ધામાં ટોપ-5માં સ્થાન પ્રાપ્ત કરીને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે ક્વોલિફાય થવાની સિદ્ધિ હાંસલ કરી છે. દિવાબાએ જિલ્લા બાદ એસજીએફઆઈ ચેસ સ્પર્ધામાં રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ દિવાબા ખેલ મહાકુંભની રાજ્યકક્ષાની ચેસ સ્પર્ધામાં બે વખત ભાગ લઈ ચૂકી છે. પિતા સંગ્રામસિંહ અને માતા મનીષાબાએ સતત માર્ગદર્શન આપ્યું હતું. સ્નેહીઓ અને રમતપ્રેમીઓ તરફથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યાં છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd