• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

અજાપર અને ઝુરા કેમ્પમાં યુવાનોએ ફાંસો ખાઇ જીવ દીધો

ગાંધીધામ/ભુજ, તા. 14 : અંજારના અજાપરમાં રહેનાર નવીન લક્ષ્મણ ભગોરા (ઉ.વ. 33) નામના યુવાને તેમજ ભુજ તાલુકાના ઝુરા કેમ્પના 31 વર્ષીય યુવાન સુરતાજી ભગુજી સોઢાએ ગળેફાંસો ખાઇ જીવ દીધા હતા. અજાપરમાં રહેનાર નવીન ભગોરા નામનો યુવાન ગત તા. 13-10ના સાંજના અરસામાં રાધે હર્બલ નામની દુકાનમાં હતો. દરમ્યાન તેણે કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ પોતાના જીવનનો અંત આણ્યો હતો. બનાવ અંગે અંજાર પોલીસે નોંધ કરી આ બનાવની આગળની વધુ તપાસ હાથ  ધરી છે. બીજી તરફ ઝુરા કેમ્પમાં રહેતા સુરતાજી સોઢાએ આજે સવારે 10 વાગ્યાની આસપાસ ઝુરા ગામની સીમમાં ગળેફાંસો ખાઇ લીધો હતો. આથી તેને તેના ભાઇ મહોબતજી સારવાર અર્થે ભુજની જી.કે. જનરખલ હોસ્પિટલમાં લઇ આવતાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યા હોવાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં લખાવાઇ છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd