• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

ગુજરાતનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ મોડલ બન્યું દેશ માટે દિશાદર્શક

ભુજ, તા. 6 : કુદરતી આપત્તિઓનો મક્કમતાથી સામનો કરી, વિનાશમાંથી સર્જન તરફની (છયતશહશયક્ષભય) સફર ખેડવામાં ગુજરાત આજે સમગ્ર દેશ માટે એક ઉત્તમ `રોલ મોડલ' પ્રસ્થાપિત થયું છે. ગુજરાતના આ જ અદ્યતન આપત્તિ વ્યવસ્થાપન મોડલ અને ઇમર્જન્સી રિસ્પોન્સ સિસ્ટમનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા માટે, ઓડિશા સરકારના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી સુરેશ પૂજારીની આગેવાનીમાં એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ હાલ ગુજરાતની સત્તાવાર મુલાકાતે આર્વ્યું છે. પ્રવાસના પ્રારંભે મંત્રીએ ભુજ સ્થિત `સ્મૃતિવન અર્થક્વેક મેમોરિયલ મ્યુઝિયમ'ની વિશેષ મુલાકાત લીધી હતી. અહીં તેમણે 2001ના કચ્છ ના ગોઝારા  ભૂકંપમાં પોતાનો જીવ ગુમાવનાર નિર્દોષ નાગરિકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આપત્તિને અવસરમાં પલટીને કચ્છે જે રીતે વિકાસ અને પુનર્નિમાણની અદભુત ગાથા લખી છે, તેમણે મુક્તકંઠે પ્રશંસા કરી હતી. કચ્છની મુલાકાત બાદ, પ્રતિનિધિમંડળે ગાંધીનગર સ્થિત ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (ઋઈંઉખ), સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર (જઊઘઈ) અને ઋજઉખઅની મુલાકાત લીધી હતી. અહીં તેમણે ગુજરાતની આધુનિક અર્લી વોર્નિંગ સિસ્ટમ, સાયક્લોન (વાવાઝોડા) ટ્રાકિંગ અને આધુનિક ટેકનોલોજી આધારિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રોટોકોલ્સ અંગે ઝીણવટભરી માહિતી મેળવી હતી. આ ડેલિગેશનમાં ઓડિશાના સ્પેશિયલ રિલીફ કમિશનર અને ઘજઉખઅના મેનાજિંગ ડિરેક્ટર રાજેશ પ્રભાકર પાટીલ (ઈંઅજ) સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા છે. મંત્રીએ ગુજરાતના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી સાથે પણ વિશેષ સૌજન્ય મુલાકાત કરી હતી. આ બેઠકમાં બંને દરિયા કાંઠાના રાજ્યો વચ્ચે ભવિષ્યમાં કુદરતી આપત્તિઓનો સામનો કરવા વધુ મજબૂત સમન્વય અને સહયોગ સાધવા અંગે ફળદાયી ચર્ચા થઈ હતી. ઓડિશા રાજ્ય ભૌગોલિક રીતે વારંવાર વિનાશક વાવાઝોડાઓનો સામનો કરે છે, ત્યારે ગુજરાત પાસેથી મેળવેલું આ જ્ઞાન અને ટેકનોલોજીનું આદાન-પ્રદાન ઓડિશાના ભવિષ્યના આપત્તિ વ્યવસ્થાપન માટે અત્યંત ઉપયોગી અને નિર્ણાયક સાબિત થશે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd