• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

પાંકડસરના મેળાની આવક ગૌવંશ માટે વપરાશે

ભચાઉ, તા. 6 : તાલુકાના કબરાઉ પાંકડસર ગામે ગરીબદાસ દાદાનાં વરદાન અંતર્ગત કાચબાને ભોજન શ્રાદ્ધ અર્પણ કરાયું હતું. મેળામાં સંતવાણીમાં થયેલી આવક ગૌવંશ માટે ઉપયોગમાં લેવાશે  આ પૂર્વે જગ્યાના મહંત કૃષ્ણાનંદ બાપુએ આરતી-પ્રાર્થના કર્યા બાદ પાંકડસર  તળાવમાં કાચબાને ખીર ખીચડાનો  પ્રસાદ શ્રાદ્ધ અર્પણ કર્યે હતો.આરતીમાં ભાવિકો જોડાયા હતા. રાત્રિએ મેળામાં સંતવાણીમાં રૂપિયા ચોવીસ લાખની આવક થઈ હતી તે ગાયોના વિકાસ અર્થે વપરાશે આયોજન ગરીબદાસ જગ્યાના મહંત, કબરાઉ પાંકડસર ગ્રામ પંચાયત અને ગૌસેવા ગૌચર વિકાસ સમિતિ કબરાઉ દ્વારા કરાયું હતું મેળામાં મુંબઈ, સૌરાષ્ટ્ર અને કચ્છભરથી  ભાવિકો ઊમટી પડતા હોય છે. આરતી શ્રાદ્ધકર્મ બાદ મહંતની જગ્યાના ધુણા પરની બેઠક પરથી આશીર્વાદ લઈ ખીર ખીચડાનો પ્રસાદ લેવા પહોંચતા હતા. અંદાજિત પંદર હજાર જેટલા ભાવિકે પ્રસાદ લીધો હતો. આ પ્રસંગે સાંસદ  વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી વગેરે હાજર રહ્યા હતા. સંતવાણીમાં નિરંજનભાઈ પંડયા, ભગવતીબેન ગોસ્વામી, બાબુભાઈ આહીર, મોરારદાન ગઢવી વગેરે  કલાકારોએ રમઝટ બોલાવી હતી. મેળામા પદયાત્રીઓ પણ દર્શન કરવા પહોંચ્યા હતા. આ મેળા દરમિયાન એસ. ટી. વિભાગ, પોલીસ સ્ટાફ તથા આરોગ્ય વિભાગે વ્યવસ્થા સંભાળી હતી. નવમીની બપોરથી દસમ રાત સુધી મેળો ચાલે છે, અઢારે આલમ  અનાજ અહીં વર્ષભર તળાવના જળચર જીવો માટે કોઠારમાં ઠલવાય છે, તો અહીં દૂધ અને ખીચડો ભાવિકો લાવતા હોય છે અને તેનાથી સામૂહિક રીતે તળાવમાં કાચબાને શ્રાદ્ધ રૂપે ખીર ખીચડો આપી અને પૂર્વજોને પણ શ્રાદ્ધ નાખી સંકલ્પ લેતા હોય છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd