• બુધવાર, 27 મે, 2026

ભારત આર્જેન્ટિના વચ્ચે ટિમ્બર આયાત વધારવા સહિતના મુદ્દે મંથન

ગાંધીધામ, તા. 26 : તાજેતરમાં મુંબઈ ખાતે  આયાજિત આર્જેન્ટિનાના 216મા મે રિવોલ્યુશન એનિવર્સરી કાર્યક્રમમાં એશિયાના સૌથી મોટા કચ્છના ટિમ્બર ઉદ્યોગના સંગઠન કંડલા ટિમ્બર એસોસીએશનના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ દરમ્યાન ભારત આર્જેન્ટિના વચ્ચે  વ્યાપાર સબંધી બાબતોની  પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમ્યાન આંતરરાષ્ટ્રીય સ્તરે મિત્રતા,  સહકાર અને વ્યાવસાયિક સબંધો અંગે  મંથન કરાયું હતું. કંડલા ટિમ્બર એસોસીએશનના પ્રમુખ નવનીત ગજ્જરે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ માત્ર એક ઔપચારિક ઉજવણી નથી, પરંતુ   ભારત અને  અને આર્જેન્ટિના વચ્ચે  વધતી  જતી મિત્રતા,  સાંસ્કૃતિક જોડાણ અને વ્યાપારિક સહકારનું જીવંત પ્રતિબિંબ હતું. વિવિધ ક્ષેત્રના ઉદ્યોગપતિઓ,  પ્રતિષ્ઠિત મહેમાનો  અને રાજદ્વારી  પ્રતિનિધિઓ સાથેની મુલાકાત  પ્રેરણાદાયી રહી હોવાનું તેમણે કહ્યું હતું. આ પ્રકારના આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો  દેશ વચ્ચે મિત્રતા અને વૈશ્વિક વ્યાપારના  નવાં દ્વાર ખોલવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અત્રે ઉલ્લેખનીય  છે કે, ભારત અને આર્જેન્ટિના વચ્ચે  કૃષિ, લાકડાં,  વેપાર ટેક્નોલોજી અને ઔદ્યોગિક ક્ષેત્રમાં વધતી  સંભાવનાઓને ધ્યાને લેતા આ સંવાદ ઉપયોગી સાબિત થશે.આ કાર્યક્રમમાં કંડલા ટિમ્બર એસોસીએશનના પ્રમુખ નવનીત ગજ્જર,  ઉપપ્રમુખ હેમચંદ્ર યાદવ, મંત્રી ધર્મેશ જોષી,  સહમંત્રી સંજીવ ગુપ્તા, ખજાનચી ભરત પટેલ, સહ ખજાનચી પ્રવીણ બંસલ, સભ્યો હિમાંશુ મહેતા, વેદ ગોયલ વિગેરે જોડાયા હતા. 

Panchang

dd