• બુધવાર, 27 મે, 2026

ભુજના યુવાનની ગૂગલ ચેટ જેમિની સ્ટુડન્ટ એમ્બેસેડર તરીકે પસંદગી

ભુજ, તા. 26 : સિલ્વર ઓક યુનિવર્સિટીમાં બીએસસી ડેટા સાયન્સમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ભવ્ય પ્રશાંત ધોળુની ગૂગલના પ્રતિષ્ઠિત ગુગલ જેમિની સ્ટુડન્ટ એમ્બેસેડર પ્રોગ્રામ સ્ટુડન્ટ એમ્બેસેડર તરીકે પસંદગી કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ એક વિશિષ્ટ લીડરશિપ પ્રોગ્રામ છે, જેમાં દેશભરમાંથી પસંદ થયેલા એમ્બેસેડરોએ પોતાનાં કેમ્પસમાં વર્કશોપ, સેમિનાર, એઆઈ આધારિત ઈવેન્ટસ અને વિવિધ પ્રવૃત્તિઓ યોજીને વિદ્યાર્થીઓને આધુનિક ટેક્નોલોજી સાથે જોડવાનું કામ કરવાનું રહે છે. ટેક્નોલોજીમાં રૂચિ ધરાવતા ભવ્યએ અત્યાર સુધીમાં 65થી વધુ ગેમ્સ, જીએસટી કેલ્ક્યુલેટર, ફુલ સ્ટેક ઓટો પાઈલટ વેબસાઈટ ડેવલપ કરી છે તેમજ ગૂગલ, એમેઝોન, માઈક્રોસોફટ, ઈન્ટેલ, ડિસ્કવરી સહિત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તરફથી 30થી વધુ એવોર્ડ અને સર્ટિફિકેટ મેળવ્યા છે. ભવ્ય હાલ ડેટા સાયન્સ અને એઆઈ ટૂલ ડેવલપ કરી રહ્યો હોવાનું જણાવાયું હતું. 

Panchang

dd