• ગુરુવાર, 28 મે, 2026

ભુજમાં પર્યાવરણ સપ્તાહ નિમિત્તે પહેલી જૂને ચિત્ર-નિબંધ સ્પર્ધા યોજાશે

ભુજ, તા. 26 : અહીં પહેલી જૂનથી 7મી જૂન દરમ્યાન `પર્યાવરણ સપ્તાહ' અંતર્ગત `હોમ્સ ઇન ધ સિટી' અને `કચ્છમિત્ર'ના સંયુક્ત ઉપક્રમે નિ:શુલ્ક ઓનલાઇન નિબંધ સ્પર્ધા તથા પહેલી જૂને ઓન ધ સ્પોટ ચિત્ર સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં ભુજના કોઇ પણ નાગરિકો, યુવાનો, બાળકો ભાગ લઇ શકે છે. 1 જૂન સોમવારે સાંજે 5થી 7 પેન્શનર્સ ઓટલા-ભુજ ખાતે `વર્ષ 2030માં આપના ભુજનું પર્યાવરણ કેવું હોવું જોઇએ' એ વિષય પર ચિત્ર સ્પર્ધા યોજાશે. કાર્યક્રમમાં ચિત્ર અને નિબંધ સ્પર્ધાના વિજેતાઓ પણ જાહેર કરાશે અને ઇનામોથી પ્રોત્સાહિત કરાશે. આ આયોજનમાં ભુજ નગરપાલિકા, ઇન્નરવ્હીલ ક્લબ વોલસિટી-ભુજ, રોટરી ક્લબ ફલેમિંગો ઓફ ભુજ, વ્હાઇટ ઇગલ સાયકલિંગ ગ્રુપ, મલ્હાર કોચિંગ તથા સમ્માન ફાઉન્ડેશન સહયોગી સંસ્થાઓ તરીકે જોડાયા છે. ભુજ બ્લોગર્સ સોશિયલ મીડિયા પાર્ટનર તરીકે સહભાગી છે. ભુજના યુવાનો, વિદ્યાર્થીઓ તેમજ દરેક નાગરિકને જોડાવા અપીલ કરાઇ છે. આપેલા ક્યુઆર કોડને સ્કેન કરી 30 મે, 2026 સુધીમાં રજિસ્ટ્રેશન કરવા જણાવાયું છે. વધુ માહિતી માટે જય અંજારિયા-99782 19721ના સંપર્ક કરવો. 

Panchang

dd