• ગુરુવાર, 30 એપ્રિલ, 2026

ગાંધીધામ મહાનગરના કોર્પોરેટરો પાસે શહેરીજનોને અનેક અપેક્ષાઓ

ગાંધીધામ, તા. 29 : કચ્છની પ્રથમ મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરીણામ જાહેર થયાં છે, જેમાં  બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી શાસનનો દોર સંભાળશે. આગામી દિવસોમાં શાસનનો દોર સંભાળનારા પ્રજાકીય પ્રતિનિધિઓ પાસે શહેરીજનો કેવા પ્રકારની  અપેક્ષા રાખે છે તે જાણવાનો પ્રયાસ કરાયો છે. પ્રમથ મહાપાલિકાના કોર્પોરેટરો પાસે મહાનગરના રહેવાસીઓને  આધુનિક  અને  મેટ્રો શહેર જેવી સુવિધા વિકસાવાય તે સહિતની અનેક અપેક્ષાઓ છે. - દિવસે અને નિયમિત પાણી આપો : ધારાશાત્રી નરેન્દ્ર તોલાણીએ જણાવ્યું હતું કે, વર્ષોથી ગાંધીધામ સંકુલ  પેયજળની સમસ્યાથી પીડાય છે.  એકાંતરે  અને દિવસ દરમ્યાન પાણી વિતરણની વ્યવસ્થા ઊભી કરવી, લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જર્જરિત ઈમારતનો સત્વરે નિકાલ કરવો, નાની રેકડીવાળાને હટાવવા પહેલાં વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. - પાયાની સુવિધાની આવશ્યકતા : આર્કિટેકચર ભૈરવી જૈને કહ્યું હતું કે, પાયાની સુવિધા ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જેમ કે, નિયમિત સફાઈ, પાણી, ખાડા વિનાના રસ્તાઓ તેમજ મહાનગરપાલિકાની જુદા-જુદા પ્રકારની સેવાઓનું ડિજિટલ માધ્યમ ઉપર ઉપલબ્ધ કરાવી  તેનો લોકો સરળતાથી ઉપયોગ કરે તે પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ, વિકાસકામની પારદર્શકતા સહિતની વિગતો મળવી જોઈએ, નવા કોર્પોરેટરો પોતાના વિસ્તારના લોકોને મળી  તેની સમસ્યાઓ ઉકેલે તેવી અપેક્ષા છે. - સ્વચ્છ ગાંધીધામની ખેવના : ઉદ્યોગપતિ સુરેશ ગુપ્તાએ  જણાવ્યું હતું કે, અનેક વર્ષોના અંતરાલ બાદ ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જોઁ મળ્યો છે, ત્યારે લોકોની પાયાની સુવિધા ઊભી કરવા માટે ખાસ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જેમાં સ્વચ્છ પાણી વિતરણ સાથે વરસાદી પાણી નિકાલ માટે  વ્યવસ્થા કરવી જોઈએ, રાજવી ફાટક પાસે ઓવરબ્રિજનું અટકેલું કામ જેવા મુદ્દા ઉપર તાત્કાલિક કાર્ય કરવુ જોઈએ, નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોની અપેક્ષા ઉપર ખરા ઉતરશે તેવી આશા છે. - રમતગમતક્ષેત્રે વિકાસની અપેક્ષા : ટિમ્બર ઉદ્યોગકાર હેમચંદ્ર યાદવે જણાવ્યું હતું કે, હાલમાં અનેક પ્રકારનાં કામો ચાલી રહ્યાં છે. નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ  મહાનગર- પાલિકાના કમિશનરને સહકાર આપવો જોઈએ. એકાદ વર્ષમાં ગાંધીધામ મહાનગરના વાઘા સાથે સજ્જ થશે. સ્વચ્છ અને હરિયાળા ગાંધીધામ માટે સૌએ પ્રયાસ કરવા જોઈએ, સ્થાનિક રમતવીરોને પ્રોત્સાહન આપવા માટે રમતગમતક્ષેત્રે  પાયાની સુવિધા ઊભી કરવી જોઈએ. - ટ્રાફિક મેનેજમેન્ટ, આરોગ્ય સેવાની જરૂરિયાત : ડીએવી ગ્રુપ ઓફ પબ્લિક સ્કૂલના સીઈઓ હેતલ પરમારે ગાંધીધામ માત્ર કચ્છનુ નહીં, પરંતુ ગુજરાતનું મહત્ત્વપૂર્ણ ઔદ્યોગિક શહેર છે. ગાંધીધામને સાચા અર્થમાં મેટ્રોસિટી જેવી સુવિધાઓ વિકાસવવાની જરૂરિયાત હોવાનું તેમણે ભારપૂર્વક કહ્યંy હતું.  સ્વચ્છતા, હરિયાળી, સારા રસ્તા, ટ્રાફિક મેનેમેન્ટ, આધુનિક આરોગ્ય સુવિધા, મજબૂત ઈન્ફાસ્ટ્રક્ચર ઉપર વિશેષ ધ્યાન આપવું જોઈએ. - સુશાસન,પારદર્શિતા અને વિકાસલક્ષી નિર્ણયની અપેક્ષા : ગાંધીધામ ચેમ્બર : ગાંધીધામ મહાનગર- પાલિકામાં  ભાજપને મળેલી  જીતએ માત્ર રાજકીય સફળતા નથી.પરંતુ મહાનગરના સુશાસન,પારદર્શિતા અને વિકાસલક્ષી નિર્ણય ધ્વારા પૂર્ણ થાય તેવી અપેક્ષા ગાંધીધામ ચેમ્બરે અપેક્ષા વ્યકત કરી હતી.ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડે કહયુ હતુ કે   આગામી સમયમાં આધુનિક ઈન્ફાસ્ટ્રકચર,સુવિધાસભર શહેરી આયોજન  અને ઉદ્યોગલક્ષી નીતીઓ ધ્વારા વેપાર અને ઉદ્યોગક્ષેત્રને નવી મળે તેવી આશા છે.ચૂંટાયેલા પ્રતિનિધીઓ લોકહિતને પ્રાથમિકતા આપી વિકાસને નવી ઉંચાઈએ લઈ જાય તેવી આશા છે. ચેમ્બરના મંત્ર મહેશ તિથાર્ણીએ ઉમેર્યું હતુ કે  આ જીત માત્ર રાજકીય નહીં પરંતુ જનસેવાની પ્રતિબધ્ધતાનો પરીચય કરાવે છે.  

Panchang

dd