• ગુરુવાર, 30 એપ્રિલ, 2026

ચાડવા રખાલના મહામાયા મંદિરનો પાટોત્સવ ઊજવાયો

ભુજ, તા. 29 : કચ્છના અંતિમ મહારાઓ (સ્વ.) પ્રાગમલજી ત્રીજાનાં સ્વપ્ન સમાન અને તેમના દ્વારા શરૂ કરેલ જાડેજા કુળના કુળદેવી મહામાયા મા (મોમાઇ મા)ના મંદિરનુ નિર્માણકાર્ય તેમણે સામત્રા નજીક આવેલ ચાડવા રખાલમાં કરાવ્યું હતું. તેમના અવસાન બાદ રાજવી પરિવારના મહારાણી પ્રીતિદેવીબાની પ્રેરણાથી તે મંદિરનુ કાર્ય પૂર્ણ કર્યા બાદ સં 2078 વૈશાખ સુદ બારસ (તા.13/5/2022)ના  મા મહામાયા સાથે પ્રતિષ્ઠિત મા ત્રિપુરાસુંદરી, મા કાળીકા, માતા રૂદ્રાણી, મા હિંગલાજ સાથે 51 શક્તિપીઠનો  પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો. આ મંદિરનો ચતુર્થ પાટોત્સવ તા.29/4/2026ના ધામધૂમથી ઊજવવામા આવ્યો હતો. સહસ્ત્ર ચંડીપાઠ સાથે હવન કરવામાં આવ્યો હતો, જેમા સહસ્ત્રાધિક ભક્તોએ ભાગ લીધો હતો. કુંવર ઈન્દ્રજીતસિંહજી, તેરા ઠાકોર મયૂરધ્વજસિંહજી, દેવપર ઠાકોર કૃતાર્થસિંહજી, વિજેશભાઇ પુંજા અને ચિંતનભાઇ ઠક્કર સહપરિવાર હવનાદી વિધિમાં ભાગ લીધો હતો. ભુજમાં આશાપુરા મંદિરના જનાર્દનભાઇ દવે, માજી સાંસદ પુષ્પદાનભાઇ ગઢવી, કચ્છ રાજપૂત સમાજના પૂર્વ અધ્યક્ષ  જોરાવરસિંહ રાઠોડ, બળવંતસિંહ જાડેજા, જેહાનભાઇ ભુજવાલા, કચ્છ કરણીસેના પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજા (વિંજાણ)હિમતસિંહ વસણ આર.એસ.એસ.ના સહસંચાલક, તેમજ ભુજ, અંજાર, અબડાસા, ભચાઉ વિગેરે સ્થાનોથી કચ્છ ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનો તેમજ ભાયાતો સાથે નજીકના ગ્રામ્યજનોની ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર હવનાદી વિધિવિધાનનું સંચાલન શાસ્ત્રી તેજસભાઇ જોષીએ કર્યું હતું. ભુજ દરબારગઢ પ્રાગમહેલ અને રણજિતવિલાના કર્મચારીઓએ વ્યવસ્થા સંભાળી હતી. 

Panchang

dd