નવી દિલ્હી, તા. 28 : અમેરિકા અને
ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે સંયુક્ત આરબ અમીરાત યુએઇએ પેટ્રોલિયમ નિકાસ કરનારા
દેશોના સંગઠન ઓપેક અને ઓપેકપ્લસમાંથી નીકળી જવાનો નિર્ણય લીધો છે. યુએઇએ જણાવ્યું હતું
કે, આર્થિક દૃષ્ટિકોણ અને બદલાતા ઊર્જા લેન્ડસ્કેપને
કારણે તેણે 60 વર્ષ પછી
આ જોડાણમાંથી દૂર થવાનો નિર્ણય લીધો છે. ઓપેક એ મુખ્ય તેલ ઉત્પાદક દેશોનું એક સંગઠન
છે, જે વૈશ્વિક તેલ પુરવઠા અને ભાવને પ્રભાવિત કરવા
માટે ઉત્પાદન નીતિઓનું કરે છે. યુએઇના સંગઠન
નિર્ણયથી વૈશ્વિક તેલ બજારમાં અસ્થિરતા વધી શકે છે. આ ઘટનાક્રમ ભારતને પણ અસર
કરશે. યુએઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે,
તે ઓપેક્સ પ્લસમાંથી પણ નીકળી રહ્યું છે, જેમાં
રશિયા પણ સામેલ છે. આ પગલાંને ઓપેક્સ અને તેના મુખ્ય સભ્ય, સાઉદી
અરેબિયા માટે એક મોટો ફટકો માનવામાં આવે છે. આ જૂથ સામૂહિક રીતે વિશ્વના આશરે 36 ટકા તેલનું ઉત્પાદન કરે છે
અને વૈશ્વિક તેલ ભંડારના આશરે 80 ટકા પર નિયંત્રણ
રાખે છે. યુએઈ લાંબા સમયથી ઓપેકમાં ઉચ્ચ ઉત્પાદન ક્વોટાની માંગ કરી રહ્યું છે, જેથી સંગઠનની સ્થાપિત મર્યાદાઓથી આગળ વધીને
તેની ઉત્પાદન ક્ષમતાનો વિસ્તાર કરી શકાય. ઓપેકની સ્થાપના 1960માં સાઉદી અરેબિયા, ઈરાન, ઇરાક, વેનેઝુએલા અને કુવૈત દ્વારા કરવામાં આવી હતી. સાત વર્ષ પછી યુએઈ જોડાયું હતું.
યુએઈ વિશ્વના ટોચના 10 સૌથી મોટા
તેલ ઉત્પાદકોમાંનો એક છે અને વૈશ્વિક તેલ ઉત્પાદનમાં આશરે ત્રણ ટકાથી ચાર ટકા ફાળો
આપે છે. સાઉદી અરેબિયાને બાકીના ઓપેક્સ સભ્યોને
એક રાખવા મુશ્કેલ બનશે અને આંતરિક પાલન અને બજાર વ્યવસ્થાપનનો મોટાભાગનો બોજ એકલા ઉઠાવવો
પડશે. અન્ય ઓપેક્સ સભ્યો પણ યુએઇએનું અનુકરણ કરી શકે છે. આ પરિસ્થિતિ પશ્ચિમ એશિયા
અને વૈશ્વિક તેલ બજારોના મૂળભૂત ભૂ-રાજકીય પુનર્ગઠનને પ્રતાબિંબિત કરે છે. આ ગઠબંધનમાં
હવે ઈરાન, ઇરાક, કુવૈત, સાઉદી અરેબિયા, વેનેઝુએલા, અલ્જેરિયા,
ઇક્વેટોરિયલ ગિની, ગેબોન, લિબિયા, નાઇજિરિયા અને કોંગો જેવા દેશોનો સમાવેશ થાય છે.