• મંગળવાર, 28 એપ્રિલ, 2026

ધોનીની વાપસીનો ઈંતઝાર વધશે : કોચ ફ્લેમિંગનો સંકેત

ચેન્નાઇ, તા. 27 : દિગ્ગજ ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીનો મેદાન પર વાપસીનો ઈંતઝાર વધી રહ્યો છે. આઇપીએલની 19મી સીઝનમાં હજુ સુધી ધોની સીએસકે ઇલેવનમાં સામેલ થયો નથી. ધોનીને પ્રી-સીઝન અગાઉના અભ્યાસ મેચમાં પેનીની ઇજા થઇ હતી. જેમાંથી તે હજુ બહાર આવી શક્યો નથી. શરૂઆતમાં તે એક-બે મેચ ગુમાવશે તેવું જાહેર થયું હતું, પછી એક-બે સપ્તાહની વાત આવી હતી. હવે આઇપીએલનો એક હાફ સમાપ્ત થઇ ચૂક્યો છે, પણ ચાહકોને મેદાનમાં ધોનીની ઝલક જોવા મળી નથી.  સીએસકે ટીમને રવિવારની મેચમાં ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ 8 વિકેટે કારમી હાર મળી હતી. આ મેચ પછી હેડ કોચ સ્ટીફન ફલેમિંગે ધોનીની ફિટનેસ પર વાત કરી હતી.

Panchang

dd