નવી દિલ્હી, તા. 29 : સબરીમાલા
મંદિર સહિત ધાર્મિક સ્થળોમાં મહિલાઓના પ્રવેશ મામલે અરજીઓ પર સુનાવણી કરતાં સુપ્રીમ
કોર્ટે બુધવારે જણાવ્યું હતું કે, સામાજિક
સુધારાનાં નામ પર ધર્મને નબળો ન કરી શકાય. સુનાવણીના 10મા દિવસે વકીલ ઈન્દિરા જયસિંહે જણાવ્યું
હતું કે, સબરીમાલા મંદિરમાં પ્રવેશ પર ફેંસલો હજુ પણ
લાગુ છે. તેના પર સ્ટે નથી, પરંતુ મંદિરમાં પ્રવેશ નથી મળી રહ્યો.
ઈન્દિરાએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટ સમીક્ષા અરજી પર સુનાવણી કરે
છે. જો કે, ધર્મમાં શું જરૂરી છે અને શું નથી તે કોર્ટ નક્કી
નથી કરતી. તેનો ફેંસલો તો ધર્મ જ કરી શકે. જસ્ટિસ બી.વી. નાગરત્નાએ જણાવ્યું હતું કે, અમે આ ભૂમિની સભ્યતાના વિકાસ અને
ધાર્મિક ઈતિહાસની અવગણના કરી ન શકીએ. ભારતના ધાર્મિક વિવાદોના ઉકેલ માટે પાકિસ્તાન
અને બાંગલાદેશ જેમ અલગ અદાલતો નથી. એ જોતાં સુપ્રીમ કોર્ટ આવી કોઈ અપીલ નકારી ન શકે.
જયસિંહે જણાવ્યું હતું કે, આ દેશમાં બંધારણીય માપદંડથી ઉપર કોઈ
માપદંડ નથી. ધર્મના પ્રશ્ન પર વિચાર કરતી વખતે આ વાત પર પણ ધ્યાન દેવું પડશે. સબરીમાલા
મંદિર મામલા પર સાત એપ્રિલના સુનાવણી થઈ હતી. એ દરમ્યાન કેન્દ્ર સરકારે મહિલાઓના પ્રવેશ
વિરોધી દલીલો કરી હતી.