• બુધવાર, 29 એપ્રિલ, 2026

સ્વિંગ સુલતાન ભુવનેશ્વર કુમારનો પર્પલ કેપ પર કબજો

નવી દિલ્હી, તા. 28 : દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધની ગઇકાલની મેચમાં આરસીબીના અનુભવી ઝડપી બોલર ભુવનેશ્વર કુમારે અદભૂત સ્વીંગ બોલિંગ કરી હતી. તેણે 3 ઓવરમાં માત્ર પ રન આપ્યા હતા અને 3 વિકેટ લીધી હતી. આ શાનદાર દેખાવથી ભુવનેશ્વર કુમારે સીઝનમાં સૌથી વધુ વિકેટની સૂચિમાં ટોચનું સ્થાન હાંસલ કરીને પર્પલ કેપ પર કબજો જમાવ્યો છે. સીએસકેના અંશુલ કમ્બોજ, સનરાઇઝર્સના ઇશાન મલિંગા અને ભુવનેશ્વરની 14-14 વિકેટ છે. ભુવનેશ્વરની ઇકોનોમી આ બેથી સારી છે. આથી તે ટોચ પર છે. આરસીબીના સ્પિનર કુણાલ પંડયાને ગઇકાલના મેચમાં 1 વિકેટ મળી હતી. આથી તે 10 વિકેટ લેનારા બોલરોમાં સામેલ થયો છે. સૌથી વધુ રન માટેની ઓરેન્જ કેપની રેસમાં વિરાટ કોહલી ચોથા સ્થાને છે. તેણે દિલ્હી સામે 76 રનના મામૂલી વિજય લક્ષ્યનો પીછો કરતા 23 રનની ટૂંકી ઈનિંગ રમી હતી. કોહલી આઇપીએલમાં 9000 રનના આંકડે પહોંચનારો પહેલો બેટધર પણ બન્યો હતો. આ સીઝનમાં કોહલીએ પ8.0ની સરેરાશથી કુલ 31 રન કર્યાં છે. ઓરેન્જ કેપ પર હાલ સનરાઇઝર્સના અભિષેક શર્માનો 380 રન સાથે કબજો છે. બીજા સ્થાને કેએલ રાહુલ (38) અને ત્રીજા સ્થાને વૈભવ સૂર્યવંશી (37) છે. 

Panchang

dd