રાપર, તા. 29 : તાલુકાના પલાંસવાની બાજુમાં
આવેલા અમરાપર ગામમાં આવેલા તળાવમાં ન્હાવા ગયેલા ચાર બાળક પૈકી એક હરી દજાભાઈ કોળી
(ઉ.વ.15) નામના માસૂમનો પગ લપસી જતાં
પાણીમાં ગરક થયો હતો.જેના મૃતદેહને ત્રણ કલાકની મહેનત બાદ બહાર કઢાયો હતો.ચાર મિત્રો
તળાવમાં ન્હાવા ગયા હતા ત્યારે હતભાગી હરીનો પગ લપસી જતાં તે ડુબી ગયો હતો. ઘટનાની
જાણ થતાં ભચાઉ ફાયર શાખાની ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે ધસી આવી અને કેમેરાની મદદથી શોધખોળ
આદર્યા બાદ ત્રણ કલાકની જહેમત પછી મૃતદેહ મળ્યો હતો. આ મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.