• ગુરુવાર, 30 એપ્રિલ, 2026

169 માધ્યમિક શિક્ષકને જૂની પેન્શન યોજનામાં સ્થાન

ભુજ, તા. 29 : કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગર દ્વારા તા. 01/04/2005 પહેલાં નિમણૂક પામેલા શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવવા માટે થયેલા ઠરાવ મુજબ કચ્છના અનુદાનિત શાળાના વધુ 13 શિક્ષક મળીને કુલ 169 શિક્ષકને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવ્યા હતા, જેના આદેશ વિતરણનો કાર્યક્રમ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે યોજાયો હતો. કચેરી દ્વારા લાભને પાત્ર તમામ શિક્ષકની દરખાસ્ત વડી કચેરી ગાંધીનગર ખાતે કરાઈ હતી, જેમાંથી અગાઉ 156 તેમજ આજે 13 જેટલા અનુદાનિત શાળાના ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શિક્ષકોના આદેશ થઈને આવતાં  `ગઙજ ટુ ઘઙજ આદેશ વિતરણ' કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે સમગ્ર પ્રક્રિયાની વિગતો આપી, આદેશ મેળવનાર તમામ શિક્ષકને અભિનંદન આપી સત્વરે જી.પી.એફ. ખાતા ખોલવા અંગેની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. એમ.એસ.વી. હાઇસ્કૂલના મદદનીશ શિક્ષક રાજકુમારાસિંહ ઝાલાએ સમયસરની અને પારદર્શક પ્રક્રિયા થકી શિક્ષકોને લાભ અપાવવા બદલ શિક્ષણાધિકારી કચેરીનો આભાર વ્યક્ત કર્યો હતો. વર્ગ-2 આચાર્ય અને આ પ્રક્રિયાના નોડેલ અધિકારી બિપિનભાઈ વકીલ, કચેરીના સિનિયર ક્લાર્ક બિપિનભાઈ નાગુ અને તેમની ટીમ દ્વારા આદેશ અંગેની પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી હતી.  કાર્યક્રમને સફળ બનાવવા કમલેશ અબોટીઅબ્દુલ સુમરાએ જહેમત ઉઠાવી હતી. 

Panchang

dd