ભુજ, તા. 29 : શહેરના મુંદરા રોડ પર સોમવારે
અડધી રાત્રે ચાની દુકાનના શટરનું તાળું તોડી રોકડા રૂા. 11,200 સહિત સિગારેટના પેકેટસ એમ કુલ્લે
રૂા. 14,320ની થયાની ફરિયાદ નોંધાવાઇ હતી.
સીસી ટીવી કેમેરામાં ચોરીનો બનાવ કેન થયો હતો. પોલીસે વિક્રમ માવજી કોળી નામના શખ્સને
રાઉન્ડઅપ કરી આ ચોરી ભેદ હાથવેંતમાં હોવાનું સામે આવ્યું છે. આ ચોરી અંગે ગઇકાલે બી-ડિવિઝન
પોલીસ મથકે વેલાભાઇ ઉર્ફે ભાવેશભાઇ ફકીરભાઇ રબારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ત્રણ ભાઇઓ
ભાગીદારમાં મુંદરા રોડ પર સિલ્વર સિટી સોસાયટીના ગેટ પાસે જય ગોગા ટી પોઇન્ટ નામની
ચાની કેબીન તથા તમાકુ ગુટખાની દુકાન ચલાવે છે. 27-4ના અડધી રાત્રે બે વાગ્યે દુકાન બંધ કર્યા બાદ સવારે દુકાને
જતા શટરનું તાળું તૂટેલું હતું. દુકાનના ટેબલના ખાનામાંથી વકરાના રૂા. 11,200 તથા સિગારેટના આઠ પેકેટ કિ.
રૂા. 3,120ના મુદ્દામાલની કોઇ અજાણ્યો
ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો છે. તેવી ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ આ ચોરીનો બનાવ સીસી
ટીવી કેમેરામાં કેદ થયો હતો. પોલીસે પગેરું દબાવી આ બનાવમાં વિક્રમ માવજી કોલી નામના
શખ્સને રાઉન્ડઅપ કરી લીધાનું સંબંધિત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આમ આ ચોરીનો ભેદ
હાથવેંતમાં હોવાનું સપાટી પર આવ્યું છે. આ અંગે તપાસકર્તાનો સંપર્ક કરતા તેઓ વ્યસ્ત
હોવાનું કહી ફોન કટ કરી દીધો હતો.